Rain: ડાંગમાં વરસાદી ઝાપટું, વાતાવરણ પલટાતા ચીંચલી ગામમાં ખાબક્યો જોરદાર વરસાદ
Gujarat Rain News: દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ બદલાતા કેટલીક જગ્યાએ માવઠુ થયુ છે

Gujarat Rain News: રાજ્યમાં બે-ત્રણ દિવસથી વાતાવરણાં પલટો જોવા મળી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં હજુપણ ઠંડીનો ચમકારો યથાવત છે, આ બધાની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે. આજે ડાંગના ચીંચલી ગામમાં જોરદાર વરસાદી ઝાપટું પડ્યુ છે, આ સાથે જ ખેડૂતોમાં ચિંતા પણ પેઢી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતના હદ વિસ્તારોમાં માવઠું થયુ છે.
આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ બદલાતા કેટલીક જગ્યાએ માવઠુ થયુ છે. લેટેસ્ટ માહિતી પ્રમાણે, ડાંગ જિલ્લામાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ વિસ્તારમાં વાતાવરણ બદલાયુ હતુ. આ સાથે જ ડાંગના ચીંચલી ગામમાં જોરદાર વરસાદી ઝાપટુ આવ્યુ હતુ. સ્કૂલમાં બાળકોએ પણ આ વરસાદનો આનંદ માણ્યો હતો. જોકે અચાનક થયેલા માવઠાથી ખેડૂતોની ચિંતા વધી છે, ઉભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. તો વળી બીજીતરફ ગિરીમથકોમાં ધૂમ્મસભર્યા દ્રશ્યો સર્જાયા છે.
તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં ઠંડીનો ચમકારા વિશે વાત કરીએ તો રાજ્યનું સૌથી ઓછું તાપમાન અમરેલી 08.2 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે નલિયામાં 09.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
- અમદાવાદમાં 12.2 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
- ડીસા 11.5 ડિગ્રી તાપમાન, વલ્લભ વિદ્યાનગર 14.5 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- વડોદરા 17.2 ડિગ્રી તાપમાન, સુરત 16.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- ભુજ 11.2 ડિગ્રી તાપમાન, કંડલા 09.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- દ્વારકા 15.7 ડિગ્રી તાપમાન, ઓખા 19.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- પોરબંદર 10.8 ડિગ્રી તાપમાન, વેરાવળ 14.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- રાજકોટ 09.4 ડિગ્રી તાપમાન, સુરેન્દ્રનગર 11.8 ડિગ્રી તાપમાન નોંધાયુ છે
- મહુવા 14.3 ડિગ્રી તાપમાન, કેશોદ 09.6 ડિગ્રી તાપમાન, ભાવનગર 13.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આ પણ વાંચો
Rain: માવઠાથી ડાંગના ખેડૂતોમાં ચિંતા પેઠી, શાકભાજી-ફળફળાદિ સહિતના શિયાળુ પાકને નુકસાનની ભીતિ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
