શોધખોળ કરો

Rain Forecast: રાજયમાં આગામી ત્રણ દિવસ ક્યાં જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

Rain Forecast: છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 104 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નોંધાયો છે. નાંદોદમાં 4.69 ઇંચ જેટલો જંગી વરસાદ વરસ્યો છે. છોટા ઉદયપુરના બોડેલીમાં 3.94 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Rain Forecast:હવામાન વિભાગના મોડલ મુજબ ગુજરાતમાં આગામી 3થી 4 દિવસ કેટલાક વિસ્તારમાં છૂટછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો વરસાદ વરસી શકે છે. તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ ગુજરાતમાં મધ્યમ છૂટછવાયો વરસાદ વરસશે. ત્રણ દિવસ બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે.

આગામી 3 દિવસ ગુજરાતમાં ક્યાં  વિસ્તારમાં વરસાદની વધુ શક્યતા છે? તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. આગામી 3 દિવસ બાદ પણ પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગના અનુમાન મુજબ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેવા જઇ રહી છે. જો આ સિસ્ટમ વધુ મજબૂત બનશે અને ગુજરાત તરફ આગળ વધશે તો 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

આગામી ત્રણ દિવસમાં ખાસ કરીને નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ,નર્મદા, છોટાઉદેપુર, વડોદરા આ વિસ્તારમાં વરસાદ પડવાની વધુ શક્યતા છે. આ ઉપરાંત આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ,મહિસાગર, ગાંધીનગર, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી આ તમામ વિસ્તારમાં હળવો છૂટછવાયો વરસાદ વરસી શકે છે. આ સિવાય અમરેલી, ભાવગનર,ગીર સોમનાથમાં છુટછવાયો વરસાદ વરશી શકે છે. જો કે બોટાદ, જામનગર, દેવભૂમિ દ્રારકા,  જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર આ વિસ્તારમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે.

નવરાત્રિ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બનશે કે નહિ, જાણો અંબાલાલ પટેલે શું કરી સ્પષ્ટતા

 ગુજરાતનો સૌથી મોટો  મહોત્સવ નવરાત્રિને હવે ગણતરીના કલાકો જ બાકી છે. નવરાત્રિની તૈયારીએ આખરી ઓપ પણ અપાઇ ચૂક્યો છે. જો કે નવરાત્રિના 2 દિવસ પહેલા જ ગુજરાતના કેટલાક સ્થળો ધોધમાર વરસાદ વરસતાં આ સ્થિતિએ ખેલૈયા અને આયોજકોની ચિંતા વધારી છે. 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી નવરાત્રિ ચાલશે. આ દરમિયાન ગુજરાતમાં કેવું હવામાન રહેશે તે અંગે અંબાલાલ પટેલે કેટલાક અનુમાન વ્યક્ત કર્યાં છે. જાણીએ ડિટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ નવરાત્રિના ગરબામાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટે.થી 5 ઓક્ટોબરની વચ્ચે ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યું છે.  અંબાલાલના આંકલન મુજબ નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લમાં વરસાદ વરસી શકે છે.  નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદની શક્યતા છે.  બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે. ખાસ કરીને  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે.ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  રાજકોટ-હળવદ-સુરેંદ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.   આ સિવાય કચ્છના મોટાભાગમાં પણ  વરસાદનું અનુમાન છે.  વડોદરા, નડિયાદ, કપડવંજમાં પણ વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.10થી 12 ઓક્ટોબરે પણ  વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે,  જેના કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 100થી 120 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બનવાનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.

ગુજરાતમાં નવરાત્રી પહેલા જ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ ગઇ છે, નવરાત્રી પહેલાના વરસાદથી ગરબા આયોજકોની ચિંતા ખુબ વધી ગઇ છે, આ સાથે જ ખેલૈયાઓ પણ નારાજ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 4 ઇંચ ખાબક્યો છે. આગાહીકારો અને હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નવરાત્રીમાં ખાબકી શકે છે. 

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 104 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે, આંકડાની વાત કરીએ તો, સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં નોંધાયો છે. નાંદોદમાં 4.69 ઇંચ જેટલો જંગી વરસાદ વરસ્યો છે. છોટા ઉદયપુરના બોડેલીમાં 3.94 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત પંચમહાલના હાલોલમાં 3.70 ઇંચ વરસાદથી જનજીવન પર અસર પહોંચી છે. તથા જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ વરસાદ સાથે ગોંડલ, મોડાસા, ગલતેશ્વરમાં 2-2 ઇંચ વરસાદ થયો છે. તથા સંખેડા, માલપુર, ખાનપુર, કપડવંજમાં 2 ઇંચ વરસાદ આવ્યો છે. તેમજ 35 તાલુકામાં 1 ઇંચથી વધુથી વધુ વરસાદ વરસ્યો તથા અન્ય તાલુકામાં અડધા ઇંચથી સામાન્ય વરસાદ છે.
 
રાજ્યમાં 20 તાલુકાઓ એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોવાથી આ વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હશે. 20 તાલુકાઓની આ સંખ્યા પણ દર્શાવે છે કે રાજ્યના ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો છે, પરંતુ તે ભારે વરસાદની શ્રેણીમાં આવતો નથી. ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં થોડા દિવસોથી વરસાદનું જોર ઘટ્યું હતુ. જોકે હજુ પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની શક્યતા જોવાઈ રહી છે. એકાદ અઠવાડિયા અગાઉ ધોધમાર વરસાદનો સામનો કરનાર રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ છૂટોછવાયો અને ધીમી ધારે વરસાદ પડતો દેખાઈ રહ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Advertisement

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે  કેન્સલ, જુઓ લિસ્ટ
ઇન્ડિગોનું અપડેટ, દિલ્લીથી અમદાવાદ સહિતની આ ફ્લાઇટસ આજે કેન્સલ, જુઓ લિસ્ટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
8th Pay Commission: 1 કરોડ પરિવારો માટે મોટા સમાચાર, પેન્શન સુધારા પર સરકારે ચિત્ર સ્પષ્ટ કર્યું, પગાર પર મોટું અપડેટ
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
Gold Rate: સોના -ચાંદીની કિંમતમાં ફરી એક વખત ઉછાળો, જાણો મહાનગરોના Gold રેટ 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
દેશના આ એક્સપ્રેસવે પર 15 ડિસેમ્બરથી સ્પીડ લિમિટ ઘટાડશે સરકાર, હવે આટલી સ્પીડમાં જ ચલાવી શકશો ગાડી 
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
Goa Fire: સંગીતની ધૂન પર નાચતી રહી ડાન્સર અને ઉપર ફેલાઇ રહી હતી આગ, જુઓ વીડિયો
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
અમેરિકાની ટ્રમ્પ સરકારનો નવો નિર્ણય, વર્ક પરમિટની સમય મર્યાદા ઘટાડાઈ
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Kutch: કચ્છમાં ચાલ્યું બુલડોઝર, કંડલા પોર્ટ આસપાસ ડિમોલિશન, 100 એકર જમીનમાંથી દૂર કરાયા દબાણો
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Traffic rules: ટ્રાફિક નિયમ ભંગ કર્યો તો ખેર નહીં, પાંચથી વધુ મેમો હશે તો RTO લાઈસન્સ કરશે રદ
Embed widget