શોધખોળ કરો

Rain: માવઠાથી ડાંગના ખેડૂતોમાં ચિંતા પેઠી, શાકભાજી-ફળફળાદિ સહિતના શિયાળુ પાકને નુકસાનની ભીતિ

Dang Unseasonal Rain: રાજ્યમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. બે-ત્રણ દિવસથી માવઠાની સ્થિતિ સર્જાઇ હતી

Dang Unseasonal Rain: રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તર ગુજરાતથી લઇને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં અચાનક વાતાવરણ માવઠાની આશંકા સેવાઇ હતી, જોકે, હવે દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી માવઠુ થતાં ખેડૂતો ચિંતાતૂર બન્યા છે. કહેવાઇ રહ્યું છે કે, શિયાળુ પાકને આ કમોસમી વરસાદ નુકસાન પહોચાડી શકે છે. 

રાજ્યમાં વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. બે-ત્રણ દિવસથી માવઠાની સ્થિતિ સર્જાઇ હતી. તાજા રિપોર્ટ પ્રમાણે, આજે વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં માવઠુ થયુ છે, અને કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ છે. ડાંગના ચીંચલી અને સાપુતારા સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. આ કમોસમી વાતાવરણને કારણે ખેડૂતોનાં શિયાળુ ઉભા પાક સહિત ફળફળાદી તથા શાકભાજી જેવા પાકોને મોટા નુકસાનની ભીતિ છે. જો વરસાદી ઝાંપટુ વધશે તો ઉભા પાકમાં જીવાત પડવાની પણ પુરેપુરી શક્યતાઓ દેખાઇ રહી છે. 

ઠંડીને લઇને શું છે આગાહી - 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાત માટે આગાહી કરી છે. સામાન્ય રીતે તાપમાન ઊંચું જતાં ઠંડીમાં રાહત મળતી હોય છે, પરંતુ આ વખતે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં રાહત મળે તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત નકારી રહ્યા છે. તેમના મતે આ વખતે શિયાળો લાંબો ચાલવાનો છે, એટલે જાન્યુઆરી મહિનામાં ઠંડીમાં કોઈ મોટી રાહત મળે તેવી કોઈ શક્યતાઓ પણ નથી. 16 અને 17 જાન્યુઆરી સુધી તો ઠંડીમાં કોઈ રાહત મળવાની નથી. 18 તારીખથી આંશિક રાહત મળે તેવી શક્યતાઓ છે. તે પણ 1થી 2 ડિગ્રીની રાહત હશે. હાલ લઘુત્તમ અને મહત્તમ તાપમાન બન્ને નીચે ચાલી રહ્યા છે. જ્યારે છેલ્લા ચાર-પાંચ દિવસથી સામાન્ય કરતાં વધારે પવન ફૂંકાઈ રહ્યા છે. 

હવામાન નિષ્ણાતના મતે, આગામી 19 તારીખથી પવનમાં સામાન્ય રાહત મળશે. 19 તારીખથી પવનની દિશામાં પણ બદલાવ આવશે. અત્યારે ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો છે. જેની જગ્યાએ ઉત્તર-પશ્ચિમના પવનો થઈ શકે છે. જેના કારણે 18 તારીખથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રણ દિવસ ઝાકળનો હળવો રાઉન્ડ આવી શકે છે. આ સાથે જ 18-19 તારીખે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. જોકે, માવઠું થઈ જાય તેવી શક્યતાઓ હાલ પૂરતી દેખાતી નથી. દક્ષિણ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વાદળો હશે.

આ પણ વાંચો

Cold Wave: રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો, નલિયા નહીં આ શહેર બન્યું ઠંડુગાર, વાંચો આંકડા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ
Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ
Weather: વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
Weather: વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
IND vs PAK: કરોડો રૂપિયાની વૉચ પહેરીને ઉતર્યો હાર્દિક પંડ્યા, આખી પાકિસ્તાનની ટીમ મળીને પણ નથી કમાતી આટલા રૂપિયા
IND vs PAK: કરોડો રૂપિયાની વૉચ પહેરીને ઉતર્યો હાર્દિક પંડ્યા, આખી પાકિસ્તાનની ટીમ મળીને પણ નથી કમાતી આટલા રૂપિયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Stone pelting : અમદાવાદમાં મોડી રાત્રે પથ્થરમારો , મેચની ઉજવણી દરમિયાન બે જૂથ વચ્ચે બબાલHun To Bolish : હું તો બોલીશ : નેતા પુત્રનું બધું માફ?Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડીઓને ટેકો કોનો?Rajkot Hospital CCTV Leak: હોસ્પિટલ CCTV કાંડમાં સાયબર ક્રાઈમનો સૌથી મોટો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
આજે PM મોદી પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કરશે ટ્રાન્સફર, આ રીતે કરી શકશો ચેક
Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ
Champions Trophy: પાકિસ્તાન પર જીત બાદ પણ ટીમ ઇન્ડિયા થઇ શકે છે બહાર, જાણો સમીકરણ
Weather: વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
Weather: વેસ્ટર્ન ડિસ્ટબન્સની અસર, જમ્મુ કાશ્મીર, હિમાચલ સહિતના અનેક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના
IND vs PAK: કરોડો રૂપિયાની વૉચ પહેરીને ઉતર્યો હાર્દિક પંડ્યા, આખી પાકિસ્તાનની ટીમ મળીને પણ નથી કમાતી આટલા રૂપિયા
IND vs PAK: કરોડો રૂપિયાની વૉચ પહેરીને ઉતર્યો હાર્દિક પંડ્યા, આખી પાકિસ્તાનની ટીમ મળીને પણ નથી કમાતી આટલા રૂપિયા
વિવાદ વચ્ચે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, USAIDના 2000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
વિવાદ વચ્ચે ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય, USAIDના 2000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
વાપી, અમરેલી અને લસકાણામાં ગમખ્વાર અકસ્માત: ડમ્પર, ટેમ્પો અને કારનો કહેર, 8 ના મોત, અનેક ઘાયલ
'જહાં મેટર બડે હોતે હૈ, વહાં કિંગ કોહલી...' IND vs Pak મેચ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
'જહાં મેટર બડે હોતે હૈ, વહાં કિંગ કોહલી...' IND vs Pak મેચ બાદ સોશિયલ મીડિયા પર મીમ્સનું પૂર
JEE Main 2025 paper 2 results: JEE Main 2025 paper 2 પરિણામ જાહેર, ચેક કરવા ફોલો કરો આ સ્ટેપ્સ
JEE Main 2025 paper 2 results: JEE Main 2025 paper 2 પરિણામ જાહેર, ચેક કરવા ફોલો કરો આ સ્ટેપ્સ
Embed widget