શોધખોળ કરો

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં પડી શકે છે વરસાદ

Gujarat Rain: સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે.

Gujarat Rain:  હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકમાં અનેક જીલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સામાન્ય છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. જ્યારે પાટણ, અમરેલી, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં સામાન્ય વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2 દિવસ બાદ મેઘરાજા ફરી ગુજરાતમે ઘમરોળશે, હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ  બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ફરી ગુજરાતમાં વરસાદનો ત્રીજા રાઉન્ડ 18 જુલાઇ બાદ શરૂ થશે. આ સમય દરમિયાન  દક્ષિણ ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે. હવામાન વિભાગની આગાહી મુજબ ત્રીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં 18 જુલાઇ બાદ ભારે વરસાદ રહી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનો અનુમાન છે. આ સિવાય રાજ્યભરમાં આગામી 7 દિવસ છૂટછવાયો સાર્વત્રિક વરસાદ વરસી શકે છે.

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં પડી શકે છે વરસાદ

આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની  ખાનગી સંસ્થા સ્કાયમેટની આગાહી કરી છે. કાલે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના જિલ્લામાં હળવાથી મધ્યમનો અનુમામ છે.  તો 18 જુલાઈથી દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ સર્જાવાનું સ્કાયમેટનું અનુમાન છે.  પહેલા બે રાઉન્ડમાં વરસેલા સારા વરસાદના કારણે રાજ્યના 207 પૈકી 32 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે.  સૌરાષ્ટ્રના 22, કચ્છના આઠ, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું એક એક જળાશય છલોછલ છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના 20 જળાશયોમાં 63.95 ટકા જળસંગ્રહ છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 61.98 ટકા જળસંગ્રહ છે.ઉપરવાસમાં વરસેલા સારા વરસાદ અને છોડાયેલા પાણીને લીધે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં સતત વધારો થયો છે. નર્મદા ડેમમાં 58 હજાર 766 ક્યુસેક પાણીની આવકથી છેલ્લા 24 કલાકમાં ડેમની જળસપાટી 43 સેન્ટીમીટર વધી છે... નર્મદા ડેમની જળસપાટી વધીને 125.45 મીટરે પહોંચી છેે.

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં પડી શકે છે વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકામાં નોંધાયો વરસાદ

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભાવનગરના મહુવા અને છોટાઉદેપુર તાલુકામાં પાંચ-પાંચ વરસાદ ખાબક્યો છે.

  • પંચમહાલના જાંબુઘોડામાં સવા ચાર ઈંચ વરસાદ
  • પંચમહાલના ગોધરામાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • ખેડાના વાસોમાં સવા ત્રણ ઈંચ વરસાદ
  • છોટા ઉદેપુરના બોડેલીમાં સવા બે ઈંચ વરસાદ
  • મહીસાગરના વીરપુરમાં સવા બે ઈંચ વરસાદ
  • ડેડીયાપાડા, ખેરગામમાં બે બે ઈંચ વરસાદ
  • ઉમરપાડા, કલોલ, વડોદરામાં પોણા બે ઈંચ વરસાદ
  • બારડોલી, નડીયાદ, માંડવીમાં પોણા બે ઈંચ વરસાદ
  • સુરતના માંડવી, વાઘોડીયામાં દોઢ ઈંચ વરસાદ
  • ડોલવણ, ક્વાંટ, પાવી જેતપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • નવસારી, આંકલાવ, સુબિરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
  • વલસાડ, ગરૂડેશ્વર, પલસાણા, પાદરામાં સવા સવા ઈંચ વરસાદ
  • સાગબારા, દાહોદ, ગરબાડા, બરવાળામાં સવા સવા ઈંચ વરસાદ
  • સંખેડા, કામરેજ, હાલોલ, શહેરામાં સવા સવા ઈંચ વરસાદ
  • દેવગઢ બારીયા, ઝાલોદ, ધરમપુરમાં એક એક ઈંચ વરસાદ
  • મહુવા, ડેસર, વાપી, કપરાડામાં પોણો પોણો ઈંચ વરસાદ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget