શોધખોળ કરો

ગુજરાતના આ 5 વિસ્તારોમાં રેડ એલર્ટ; 42 તાલુકાઓ પાણી-પાણી, જુઓ ક્યાં કેટલો વરસાદ!

Gujarat heavy rain forecast: રાજ્યમાં જૂનની 80% વરસાદી ઘટ બાદ જુલાઈની ધમાકેદાર શરૂઆત; વાપીમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, તંત્રની પ્રિ-મોનસૂન કામગીરીની પોલ ખૂલી.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 1-5 જુલાઈએ ભારે વરસાદની આગાહી.
  • સુરત, નવસારીમાં રેડ એલર્ટ; વાપીમાં પાંચ ઇંચ વરસાદ.
  • માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી; જૂન વરસાદની ઘટ સરભરાશે.
  • સુરત, જૂનાગઢમાં પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી.

Gujarat heavy rain forecast: હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 1 જુલાઈથી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આશંકા છે, જેના પગલે સુરત અને નવસારી સહિતના વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે. વરસાદી માહોલ વચ્ચે તોફાની દરિયાની શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. બીજી તરફ, ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી પૂર જેવી ગંભીર સ્થિતિનું નિર્માણ થયું છે, જે કુદરતના પ્રકોપની ચાડી ખાય છે.

હવામાન વિભાગની ચેતવણી: ક્યાં કયું એલર્ટ?

આગામી 5 દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે. દાસનું નિવેદન: "આજે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી અતિભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સુધી વાવાઝોડા સાથે વીજળી થવાની પણ શક્યતા છે અને પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે."

રેડ એલર્ટ (1 અને 2 જુલાઈ): દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. (2 જુલાઈએ ડાંગમાં પણ રેડ એલર્ટ રહેશે).

ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ (માત્ર 1 જુલાઈ), અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા અને તાપીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા.

યલો એલર્ટ: રાજકોટ, જુનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં હળવાથી ભારે વરસાદની સંભાવના.

આ પણ વાંચોઃ આવતીકાલનું હવામાનઃ કાલે ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી, 23 રાજ્યોમાં તંત્ર એલર્ટ, જાણો લેટેસ્ટ અપડેટ

વાપીમાં 5 ઈંચ વરસાદ, 80% ઘટ સામે રાહતની આશા

આજે 1 જુલાઈએ સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીના માત્ર 6 કલાકના સમયગાળામાં રાજ્યના 42 તાલુકાઓમાં મેઘમહેર નોંધાઈ છે. 10 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વાપીમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે વાપીના ચલા રોડ, કચીગામ રોડ અને રેલવે અંડરપાસ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ માત્ર 1.25 ઈંચ જેટલો જ વરસાદ નોંધાયો હતો, જે સામાન્ય કરતા 80 ટકાની મોટી ઘટ દર્શાવે છે. જુલાઈની આ શરૂઆત ખેડૂતો અને જનતા માટે આશાનું કિરણ બનીને આવી છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક જોખમી, 17 જિલ્લામાં વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ

પહેલા જ વરસાદમાં પ્રિ-મોનસૂન કામગીરીના દાવાઓ ધોવાયા

વરસાદના આગમન સાથે જ સ્થાનિક વહીવટી તંત્રની પોલ ખૂલી ગઈ છે:

સુરતની ઘટના: સુરતમાં ઉધના નજીક અચાનક રોડ બેસી જતાં એક એસટી (ST) બસ તેમાં ખૂંપી ગઈ હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી અને તંત્રની નબળી કામગીરી સ્પષ્ટ થઈ છે.

જૂનાગઢમાં જળબંબાકાર: જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી ગટર વ્યવસ્થા માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વોટર વર્ક્સ શાખાની અણઆવડત છતી થઈ છે. સામાન્ય વરસાદમાં જ જનજીવન પ્રભાવિત થતાં લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

Frequently Asked Questions

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કયા સમયગાળા માટે કરવામાં આવી છે?

હવામાન વિભાગે 1 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સુરત અને નવસારી સહિતના વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.

ગુજરાતના કયા વિસ્તારો માટે 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે?

1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને 2 જુલાઈએ ડાંગ માટે 'રેડ એલર્ટ' છે. અહીં અતિભારે વરસાદની સંભાવના છે.

જૂન મહિનામાં ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાયો હતો અને વર્તમાન વરસાદથી શું રાહત મળી છે?

જૂન મહિનામાં ગુજરાતમાં સરેરાશ માત્ર 1.25 ઈંચ વરસાદ નોંધાયો હતો, જે 80% ની ઘટ દર્શાવે છે. જુલાઈની આ શરૂઆત ખેડૂતો અને જનતા માટે આશાનું કિરણ બનીને આવી છે.

પહેલા જ વરસાદમાં પ્રિ-મોનસૂન કામગીરીની શું સ્થિતિ જોવા મળી છે?

સુરતમાં રોડ બેસી જતાં ST બસ ફસાઈ હતી, જ્યારે જૂનાગઢમાં સામાન્ય વરસાદમાં જ જળબંબાકાર થયો હતો. આ ઘટનાઓથી તંત્રની નબળી કામગીરી અને પ્રિ-મોનસૂન દાવાઓ ધોવાયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
Bharuch Rain: ભરૂચ જિલ્લામાં વરસાદી આફત, 200 એકરથી વધુ જમીનમાં પાક પાણીમાં ડુબ્યો, ખેડૂતો બેહાલ
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
મા-આયુષ્માન કાર્ડ ઉપરાંતનો ખર્ચ ઉઠાવશે સરકાર, આદિવાસી પરિવાર માટે નવી યોજના જાહેર
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Chandipura Virus: રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી હાહાકાર, 22 માસૂમોના મોત, 184 શંકાસ્પદ કેસમાંથી 35 પોઝિટિવ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Advertisement

વિડિઓઝ

Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા
Supreme Court : લિવ-ઈનમાં રહેતી યુવતીઓને લઈ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
આજે સોનામાં કડાકો! 24થી લઈને 18 કેરેટના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
તમારા માટે કામના સમાચાર: પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
Gir Somnath Leopard: ઉનામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસતા રહીશોમાં ફફડાટ, વન વિભાગ એક્શનમાં
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
8th Pay Commission: 7 વર્ષમાં ડબલ થશે પગાર? DA મર્જરથી લઈ પગાર વધારા સુધી, એક્સપર્ટે સમજાવ્યું કેલક્યુલેશન 
Embed widget