શોધખોળ કરો

Gujarat Rain Update: પંચમહાલમાં વૃક્ષ ધરાશાયી થતા આધેડનું મોત,ફળિયામાંથી પસાર થતાને બની દુર્ઘટના

Gujarat Rain Update: હાલમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે.

Gujarat Rain Update: હાલમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી તરફ બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે. તો બીજી તરફ પંચમહાલમાં વૃક્ષ પડવાથી 50 વર્ષીય આધેડનું મોત થયું છે.

શહેરા તાલુકાના બીલીથા ગામના ફુલા બારીયાના મુવાડામાં આ અકસ્માતની ઘટના સામે આવી છે. 50 વર્ષિય સુખાભાઈ મોતી ફળિયામાંથી પસાર થઈ રહ્યાં હતા તે દરમિયાન તેજ ગતિએ પવન ફુંકાતા ઝાડ પડવાની ઘટના બની હતી.સુખાભાઈને ખારોલ,લુણાવાડા અને ત્યારબાદ મોડાસા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજયું. શહેરા TDO બીલીથા ગામે પહોંચી સમગ્ર ઘટના વિશેની માહિતી મેળવી છે.

છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં તુટી પડ્યો વરસાદ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી ભારે પવનો સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, બિપરજૉયના લેન્ડફૉલ બાદ પોરબંદર, કચ્છ અને દ્વારકામાં ભારે તબાહી જોવા મળી હતી, આ પછી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદે તબાહી મચાવી દીધી છે, હવામાન વિભાગ દ્વારા કહેવાયુ છે કે, હજુ પણ રાજ્યમાં વરસાદી ખતરો ટળ્યો નથી. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લાના 109 તાલુકામાં વરસાદ ખાબક્યો છે, વરસાદે સૌથી વધુ બનાસકાંઠાને ઘમરોળ્યુ છે, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ ?   

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 22 જિલ્લામાં વરસાદ ? 

રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢ વરસાદ

24 કલાકમાં દાંતા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ

24 કલાકમાં ધાનેરા તાલુકામાં પોણા 7 ઈંચ વરસાદ

24 કલાકમાં પોશીના તાલુકામાં 6 ઈંચ વરસાદ

24 કલાકમાં દાંતીવાડા તાલુકામાં 6 ઈંચ વરસાદ

24 કલાકમાં પાલનપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ

24 કલાકમાં સાંતલપુર તાલુકામાં સાડા 5 ઈંચ વરસાદ

24 કલાકમાં ડીસા તાલુકામાં સવા 5 ઈંચ વરસાદ

24 કલાકમાં રાધનપુર તાલુકામાં 5 ઈંચ વરસાદ

24 કલાકમાં દીયોદર તાલુકામાં 4 ઈંચ વરસાદ

24 કલાકમાં થરાદ તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં સિદ્ધપુર, વડગામમાં પોણા 4 ઈંચ વરસાદ

24 કલાકમાં વાવ, સરસ્વતી, પાટણમાં ત્રણ ઈંચ વરસાદ

24 કલાકમાં લાખણી, વિજયનગર, કાંકરેજમાં અઢી ઈંચ વરસાદ

24 કલાકમાં સમી તાલુકામાં 2 ઈંચ વરસાદ

24 કલાકમાં ભાભર, સતલાસણામાં દોઢ ઈંચ વરસાદ

24 કલાકમાં લખપત, ગોધરા અને સૂઈગામમાં દોઢ ઈંચ વરસાદ

24 કલાકમાં હાલોલ, વિરપુર, હારીજમાં સવા ઈંચ વરસાદ

મહત્વનું છે કે, રાજ્યોમાંખી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસી શકે છે. ખાસ કરીને આની સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતમાં દેખાશે.  

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયુ છે અને હવે રાજસ્થાનમાં બેથી ત્રણ દિવસ સુધી આની અસર રહી શકે છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે કે, રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.  કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget