કોરોનાના કહેરને પગલે ગુજરાતના કયા ગિરિમથકે લગાવી દીધું 30 એપ્રિલ સુધીનું સ્વૈચ્છિક લોકડાઉન?
ડાંગ જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે ગુજરાતના એકમાત્ર ગિરિમથકે સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. સાપુતારા ખાતે લારી ગલ્લા તેમજ રેસ્ટોરન્ટ અને શોપિંગ સેન્ટર 30 એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉન રહેશે. પ્રવાસીઓને સાપુતારા નહિ આવવા વેપારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
ડાંગઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દૈનિક કેસો 7 હજારને પાર થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે અને મોતનો આંકડો 5 હજાર નજીક પહોંચી ગયો છે. જેને કારણે અનેક શહેર-ગામો સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) કરી રહ્યા છે. ત્યારે ડાંગ (Dang) જિલ્લામાં વધતા કોરોના સંક્રમણના પગલે ગુજરાતના એકમાત્ર ગિરિમથકે સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે.
સાપુતારા (Saputara) ખાતે લારી ગલ્લા તેમજ રેસ્ટોરન્ટ અને શોપિંગ સેન્ટર 30 એપ્રિલ સુધી સ્વૈચ્છીક લોકડાઉન રહેશે. પ્રવાસીઓને સાપુતારા નહિ આવવા વેપારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી છે.
સુરતના આ સ્મશાનમાં મૃતદેહોના ઢગ ખડકાતાં લાકડાં ખૂટી પડ્યાં, ટ્રસ્ટીઓએ કરવી પડી લાકડાંનું દાન કરવાની અપીલ......
સુરતઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દૈનિક કેસો 7 હજારને પાર થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે અને મોતનો આંકડો 5 હજાર નજીક પહોંચી ગયો છે. સુરતમાં પણ કોરોના મહામારીમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે, જેને કારણે સ્મશાનોમાં લાશોનો ઢગ ખડાકાયા છે. તેમજ સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે પણ વેઇટિંગ છે. હવે સુરતના કડોદરા સ્મશાન ભૂમિમાં લાકડા પુરા થવાની તૈયારી છે.
સામાન્ય દિવસોમાં રોજના એક કે બે મૃતદેહ આવતા હતા. હાલની પરિસ્થિતિમાં રોજના 20 થી 25 મૃતદેહો આવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં 135થી વધુ મૃતદેહોના અગ્નિસંસ્કાર કરાયા છે. ટ્રસ્ટી મંડળે લોકોને લાકડા દાન કરવા અપીલ કરી છે.
ગુજરાતના આ શહેરમાં કોરોનાનો કાળો કેરઃ છેલ્લા 24 કલાકમાં 82 દર્દીઓના સારવાર દરમિયાન મોત
રાજકોટઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દૈનિક કેસો 7 હજારને પાર થઈ ગયા છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે અને મોતનો આંકડો 5 હજાર નજીક પહોંચી ગયો છે. રાજકોટમાં પણ કોરોનાએ મોતનું તાંડવ મચાવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 82 દર્દીઓના સિવિલ હોસ્પિટલમાં મોત થયા છે. રાજકોટમાં કોરોનાની અતિ ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. જોકે, મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે.
જામનગરઃ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે રાજોકટ જિલ્લાના ગોંડલ શહેરમાં પાટીદાર પરિવારના પતિ-પપત્નીનું કોરોનાથી મોત થતાં પુત્ર-પુત્રી નોંધારા બન્યા છે. ગત 11મી એપ્રિલે જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે રહેતા અને દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેનનું નિધન થયું હતું. તેઓ એક સપ્તાહથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. જ્યાં બંનેના સારવાર દરમિયાન મોત થયા છે.
બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. 10 એપ્રિલે વસંતબેનનું મૃત્યુ થયું હતું અને 11 એપ્રિલે જિતેન્દ્રભાઇનું મૃત્યુ થતાં સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. બંનેના મોત થતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.