શોધખોળ કરો

Gujarat ST: ગુજરાત એસ.ટી.ના ફિક્સ પગારદારોની દિવાળી સુધરી, 30 ટકાનો વધારો મળશે

એસ.ટી નિગમના ૭ હજારથી વધુ ફિક્સ પગારના કર્મચારીઓને લાભ થશે

Gujarat ST Bus News: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ કર્મચારીઓ પ્રત્યે હરહંમેશથી હકારાત્મક અભિગમ દાખવ્યો હોવાનું જણાવી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યુ કે, તાજેતરમાં જ રાજ્યના ફિક્સ પગારના કર્મચારીઓના પગારમાં ૩૦ ટકા જેટલો વધારો કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે આજે ગુજરાત એસ.ટી નિગમના ફિક્સ પગારના કર્મચારીઓને પણ હવે આ લાભ આપવા સંદર્ભે મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ૭ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે.  

આ મહત્વપૂર્ણ જાહેરાત કરતા વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, વાર-તહેવાર ભૂલીને રાજ્યના ૨૫ લાખથી વધુ પરિવારોને યાતાયાતની સુવિધા પુરી પાડવાનું ઉત્તમ કાર્ય કરી રહેલા ગુજરાત એસટી વિભાગના સૌ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. તાજેતરમાં જ એસ.ટી યુનિયન સાથે બેઠક કરીને વિવિધ પ્રશ્નો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરી મોટા ભાગના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવ્યા હતા.

આજે એસ.ટી વિભાગના વિવિધ યુનિયન અને વાહન વ્યવહાર મંત્રી વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમાં સૌ યુનિયનના હોદ્દેદારો તેમજ નિગમમાં ફરજ બજાવતા ફિક્સ પગારના કર્મચારીઓ ઉપરાંત એસ.ટી નિગમના અધિકારીશ્રીઓ જોડાયા હતા. 

આ નિર્ણયને આવકારીને એસ.ટી નિગમના વિવિધ યુનિયનના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા વાહન વ્યવહાર મંત્રીનું અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યુ હતું.

તાજેતરમાં જ એસટી નિગમને મળી છે 40 નવી બસો, UPIની સુવિધા પણ છે....

રાજ્યમાં વધુ એક નવી એસટી બસનો લૉટ એસટી નિગમને મળ્યો છે, આજે એસટી નિગમને વધુ 40 નવી બસ મળી છે. આ તમામ બસો 2 × 2 છે, આની જાહેર રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી હતી. ખાસ વાત છે કે આ સાથે એસટી બસમાં નવા 2 હજાર UPI મશીન પણ આપવામાં આવ્યા છે, જેની મદદથી મુસાફરો UPI પેમેન્ટ કરી શકશે. માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્ય એસટી નિગમને આજથી નવી 40 બસો મળી છે. એસટી નિગમને વધુ 40 બસો મળી છે, જેના માટે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લીલી ઝંડી આપી દીધી છે. એસટી નિગમ દ્વારા આ બસો 2 × 2 ફોર્મેટમાં બનાવવામાં આવી છે. નવી મળેલી આ 40 બસ પૈકી અમદાવાદને 15 બસો અને મહેસાણાને 7 બસ ફાળવાઇ છે, આ ઉપરાંત બરોડાને 10 બસો, ગોધરાને 6 બસો અને ભરૂચ ડેપોને 2 બસો ફાળવવામાં આવી છે. નવી બસોની સાથે સાથે UPI સિસ્ટમને પણ અમલી બનાવવામાં આવી છે. UPIથી એસટી બસમાં ટિકિટ બુકિંગનો પણ આજથી પ્રારંભ થયો છે.

એસટી બસની અંદર હવે મુસાફર અને કન્ડક્ટર વચ્ચે છુટ્ટા પૈસા માટે માથાકૂટ નહીં થાય, એસટી નિગમને આજે 2 હજાર UPI મશીન ફાળવવામાં આવ્યા છે. ઓનલાઇન પેમેન્ટથી એસટી બસમાં ટિકીટ ખરીદવાની સુવિધા આજથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સાથે જ આજથી 40 નવી 2 × 2 બસ એસટી વિભાગમાં સામેલ કરવામાં આવી છે. આવનારા એક વર્ષમાં વધુ નવી 2 હજાર બસ એસટી નિગમમાં સામેલ કરવાની પ્રક્રિયા ચાલી રહી હોવાનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. 40 નવી બસના લોકાર્પણ અને UPIથી ટિકિટ ખરીદવાનો પ્રારંભ કરાવતા મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, છેલા એક વર્ષમાં ખૂબ મોટી સંખ્યામાં નવી બસો એસટી વિભાગમાં સામેલ થઈ છે. ગુજરાતના મધ્યમ વર્ગના લોકોને સારી સુવિધાઓ મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આવનારા એક વર્ષમાં બીજી નવી 2 હજાર બસો લાવવામાં આવશે. ગુજરાતના નાગરિકોની સેવામાં એસટી નિગમ સફળતા મળશે. એસટી નિગમની બસોમાં હવે UPIની સુવિધા મળશે. નવા 2 હજાર UPI મશીન આપવામાં આવ્યા છે. સીધું ઓનલાઈન UPI ના માધ્યમથી પેમેન્ટ થઈ શકશે. રાજ્યના ધાર્મિક અને ફરવાલાયક સ્થળો પર એસટી વિભાગની કનેક્ટિવિટી વધારવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશેSurat Bogus Doctors: સુરતની ગોડાદરા પોલીસે સાત મુન્નાભાઈની કરી ધરપકડSurat news: સુરતના કીમમાં રખડતા ઢોરનો ત્રાસ, ઘર પાસે રમતા બાળકને મારી ટક્કર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
Tirupati Temple: તિરુપતિ મંદિરમાં મચી ભગદડ,4 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
CT 2025: પાકિસ્તાન પાસેથી છીનવાઈ શકે છે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની! સામે આવ્યા મોટા સમાચાર
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Pritish Nandy Demise: દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું નિધન,બોલિવૂડમાં શોકનો માહોલ,અનુપમ ખેર થયા ભાવુક
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Maharashtra Politics: શું ફરી સાથે આવશે અજિત પવાર અને શરદ પવાર? રોહિત પવારે કર્યો મોટો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Chahal-Dhanashree: છૂટાછેડાના સમાચાર વચ્ચે યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ મૌન તોડ્યું, જાણો શું કર્યો ધડાકો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Gujarat: કડકડતી ઠંડીમાં 'ખાખીની રેસ', પ્રેક્ટિકલ માટે પરોઢિયેથી જ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોનો જમાવડો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Food: હવે ફક્ત 15 મિનિટમાં જ થઈ જશે તમારા મનગમતા ભોજનની ડિલિવરી,જાણો કઈ કંપનીએ માર્કેટમાં કર્યો ધડાકો
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Health Tips: માત્ર ચણાનો લોટ જ નહીં પરંતુ ચોખાનો લોટ પણ તમારી ત્વચાને બનાવશે ચમકદાર,આ રીતે કરો ઉપયોગ
Embed widget