Gujarat Politics: રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની તારીખ નક્કી, આ નવા ચહેરાને મળશે સ્થાન
રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણની તારીખ લગભગ નિશ્ચિત થઇ ગઇ છે. 15 ઓક્ટોબર અથવા તો 16 ઓક્ટોબરના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થઇ શકે છે. abp અસ્મિતા પાસે રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે.

ગાંધીનગર:રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણના લઇને abp અસ્મિતા પાસે EXCLUSIVE જાણકારી સામે આવી છે. 15 અથવા 16 ઓક્ટોબરે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. ગઈકાલની પાંચ કલાકની મેરેથોન બેઠકમાં કેબિનેટવિસ્તરણની યાદી તૈયાર કરાઈ હતી. વિસ્તરણની સાથોસાથ મંત્રીમંડળમાં મોટા ફેરફારની પણ શક્યતા છે. abp અસ્મિતા પાસે રાજ્યના મંત્રી મંડળના વિસ્તરણને લઇને EXCLUSIVE જાણકારી સામે આવી છે. મંત્રીમંડળનું વિસ્તરણ ગુરૂવાર સુધીમાં નક્કી થશે. ઉલ્લેખનિય છે કે,આવતીકાલે વિકાસ સપ્તાહની પૂર્ણાહૂતિ બાદ વિસ્તરણની શક્યતા છે. વિસ્તરણ બાદ ગુરૂવારે કેબિનેટની બેઠક મળે તેવી શક્યતા છે. વિસ્તરણની સાથે-સાથે ખાતાઓની ફેરબદલ પણ નક્કી કરાશે. કેટલાક રાજ્ય મંત્રીઓને પ્રમોશન મળશે તેવી પણ શક્યતા છે. મંત્રીમંડળમાં સામેલ હાલના છ મંત્રીને પડતા મૂકાશે તે વાત નિશ્ચત છે. બચુ ખાબડને પણ પડતા મૂકાઇ તેવી તે નિશ્ચિત છે. ઉપરાંત ભીખુસિંહ પરમારને પણ પડતા મૂકાય તેવી શક્યતા છે. ઉપરાંત ભાનુબેન બાબરિયાની પણ બાદબાકી થઇ શકે છે.
સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ હાલના 17 પૈકીના 10થી 11 મંત્રીઓને પડતા મૂકાશે.16 નવા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. વર્તમાન મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત ત્રણ રિપીટ થશે.ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનસેરિયા યથાવત રહેશે. ઉલ્લખનિય છે કે, હર્ષ સંઘવી અને પ્રફુલ્લ પાનસેરિયાને કેબિનેટ મંત્રીનું પ્રમોશન મળી શકે છે. જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે.
ચૈતન્યસિંહ ઝાલા, પી.સી.બરંડાને મંત્રી મંડળમાં સ્થાન મળી શકે છે. ઉપરાંત ઉદય કાનગડ, પ્રદ્યુમન વાજા, દર્શનાબેન દેશમુખનો મંત્રીમંડળમાં સમાવેશ થઇ શકે છે.કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલને.કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયાને મંત્રી મંડળમાંથી પડતાં મૂકાશે શકે છે.મુકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂતની મંત્રી મંડળમાંથી બાદબાકી થશે. પ્રદેશ અધ્યક્ષ બનતા જગદીશ વિશ્વકર્માની મંત્રી મંડળમાંથી બાદબાકી થશે. તો નવા દસ ધારાસભ્યનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવશે. જેમાં જયેશ રાદડિયનું નામ પણ નક્કી છે. રીવાબા જાડેજાની ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં એન્ટ્રી થઈ શકે છે. અલ્પેશ ઠાકોરનું નામ પણ ચર્ચાઇ રહ્યું છે. પ્રદેશ ભાજપના નવા સંગઠનને લઈને યાદી તૈયાર થઈ ચૂકી છે.
મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે કોંગ્રેસ નેતાએ પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના નેતા ડૉ. તુષાર ચૌધરીએ કહ્યું હતું કે 162 સીટ સાથેની પૂર્ણ બહુમતી ભાજપ પાસે છે. કોઈ પણ હાથીને બહાર કાઢીને ઘોડાને મૂકી શકે છે. ભાજપના એક પણ ધારાસભ્યમાં બોલવાની હિંમત નથી. કોઈને અન્યાય થાય કે ન્યાય મળે તે માટે કોઈ બોલી શકતું નથી. છ મહિના પછી ફરીથી પણ મંત્રીમંડળ બદલી શકે છે.




















