શોધખોળ કરો

'માવઠાથી ખેડૂતો બરબાદ થયા, દેવાદાર થયા, સરકાર વચનો આપીને પુરા કરતી નથી...' - કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રેસ

આજે અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારને ખેડૂતોને નુકસાની અંગે સહાય કરવા માંગ કરી છે

Gujarat Vidhan Sabha News: છેલ્લા બે દિવસથી રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યુ છે. આને લઇને હવે રાજકીય પક્ષો અને રાજકીય નેતાઓ સરકારને ઘેરવા લાગી છે, આ મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસે પણ રાજ્ય સરકારો સામે સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આજે પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારની આ મુદ્દે ઝાટકણી કાઢી હતી, અને ખેડૂતોને સહાય કરવા માંગ કરી હતી. 

આજે અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને સરકારને ખેડૂતોને નુકસાની અંગે સહાય કરવા માંગ કરી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પ્રેસમાં જણાવ્યુ કે, રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીમાં મોટુ નુકસાન પહોંચ્યુ છે, ખેડૂતો બરબાદ થયા છે, દેવાદાર થયા છે. અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, સરકારે વચનો પૂરા નથી કર્યા, ખેડૂતો દેવાદાર થયા છે. આર્થિક બરબાદીની સાથે સાથે ગુજરાતમાં જાનહાની પણ થઈ છે. 25થી વધુ લોકોના વીજળી પડવાથી મોત થયા છે. 60 તાલુકાઓમા 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં એરંડાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયુ છે. માવઠાથી જીરુની વાવણીને પણ અસર થઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં કપાસના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં વરિયાળી, ગુલાબની ખેતીને પણ નુકસાન થયુ છે. મધ્ય ગુજરાતમાં પણ ડાંગરના પાકને મોટું નુકસાન થયુ છે. 

કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યુ કે, દર વખતે કુદરતી આફત સમયે સરકાર મોટી મોટી જાહેરાત કરે છે, અતિવૃષ્ટિમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લાને સહાય જાહેર કરી પરંતુ આપી નથી. બિપરજૉય વાવાઝોડાની પૂરી સહાય પણ હજુ ચૂકવાઈ નથી. ખેડૂતોના નુકસાન માટે વળતર મળે તે માટે વિમાની વ્યવસ્થા હોવી જોઈએ.  પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કંપનીઓને પ્રીમિયમ આપીને બંધ કરી દીધી છે. 

તેમને વધુમાં જણાવ્યુ કે, કુદરતી આફત આવ્યા બાદ ખેડૂતને આપઘાત કર્યા સિવાય કોઈ રસ્તો બચતો નથી. ખેડૂતોને નુકશાનીના વળતર માટે અલગથી વિભાગ હોવો જોઈએ. સરકાર બજેટમાં જોગવાઈ કરી કૃષિ વિભાગ હસ્તક પાકવિમાં યોજના અમલમાં મૂકે, મુખ્યમંત્રી જાપાનમાં બુલેટ ટ્રેનમાં ફરે છે. 10 દિવસોમાં સર્વે પૂર્ણ કરી નુકસાનીનં પૂરતું વળતર આપવામાં આવે. પશુઓના મૃત્યુ સામે બજાર કિંમત પ્રમાણે સહાય ચુકવવામાં આવે. વીજળી પડવાથી 25 જેટલા લોકોના મૃત્યુ થયા છે, વીજળી પડવાથી જેમના મૃત્યુ થયા છે તેમના પરિવારને 10 લાખ રૂપિયાની સરકારે સહાય આપવી જોઇએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Embed widget