(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Weather: સ્વેટર, ધાબળા કાઢી રાખજો, આ તારીખથી ગુજરાતમાં ઠંડી હાંજા ગગડાવશે, હવામાન વિભાગની આગાહી
Weather Update: હાલ રાજ્યના વાતાવરણમાં કોઈ વધારો કે ઘટાડો થશે નહીં, જેથી રાજ્યનું વાતાવરણ સામાન્ય રહેશે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકોએ કરવો પડશે.
Gujarat Weather Update: રાજ્યમાં શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાંચ દિવસ બેવડી ઋતુનો અનુભવ રાજ્યભરના લોકોએ કરવો પડશે તેવું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી જણાવવામા આવ્યું છે. વેસ્ટન ડીસ્ટર્બન્સની અસરને પગલે રાજ્યમાં બેવડી ઋતુ રહેશે, જ્યારે નવેમ્બરના બીજા સપ્તાહથી કાતિલ ઠંડીની શરૂઆત થાય તેવી પણ સંભાવનાઓ હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં કેવું રહેશે વાતાવરણ
હાલ રાજ્યના વાતાવરણમાં કોઈ વધારો કે ઘટાડો થશે નહીં, જેથી રાજ્યનું વાતાવરણ સામાન્ય રહેશે. સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકોએ કરવો પડશે.
મોરબી દુર્ઘટના અપડેટ્સ
મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડવાની ઘટનાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 નવેમ્બરે મોરબીની મુલાકાત લેશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી ઘટનાની સમીક્ષા કરશે.
પીએમ મોદીનો રોડ શો રદ્દ
મોરબીમાં થયેલી દુર્ઘટનાને જોતા પીએમ મોદીએ તેમનો કાર્યક્રમ રદ કર્યો છે. પીએમ મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. અમદાવાદમાં સોમવારનો તેમનો રોડ શો દુર્ઘટનાને કારણે રદ કરવામાં આવ્યો છે. ભાજપ ગુજરાત મીડિયા સેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં યોજાનાર પેજ કમિટિનો સ્નેહ મિલન કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે. મીડિયા સંયોજક ડો.યજ્ઞેશ દવેના જણાવ્યા મુજબ મોરબીની દુર્ઘટનાને જોતા સોમવારે કોઈ કાર્યક્રમ થશે નહીં. જોકે, રૂ. 2,900 કરોડના રેલવે પ્રોજેક્ટને સમર્પિત કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો નથી.
ખડગે-રાહુલે કોંગ્રેસના કાર્યકરોને આ અપીલ કરી
નેપાળના વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાએ પણ મોરબી અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે મોરબીમાં થયેલા અકસ્માત અંગે હું દુઃખ વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના.
કેજરીવાલે રોડ શો રદ કર્યો
ગુજરાતના મોરબીમાં થયેલા અકસ્માતને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હરિયાણાના આદમપુરમાં પોતાનો રોડ શો રદ કર્યો છે. તમને જણાવી દઈએ કે આદમપુર વિધાનસભા સીટ પર યોજાનારી પેટાચૂંટણીને ધ્યાનમાં રાખીને આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.