Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલ
Mahisagar Accident | મહિસાગરમાં બાઈક વીજપોલ સાથે ટકરાતા યુવકનું મોત, જુઓ અહેવાલ
મહિસાગરમાં અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું છે. હાલોલ શામળાજી હાઇવે ઉપર બાબલીયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. હાઇવે ઉપર બાઇક વીજપોલ સાથે અથડાઈ. બાઈક પર સવાર એકનું મોત થયું છે. જ્યારે એક ઇજાગ્રસ્ત થયો છે. બાકોર પોલીસે તપાસ હાથ ધરી છે. રાત્રિના સમયે સર્જાયો અકસ્માત. અકસ્માતને પગલે લોકો આસપાસથી દોડી આવ્યા હતા. પોલીસે અને 108ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી, જ્યારે ઇજાગ્રસ્તને સારવાર આપવામાં આવી હતી. આજે સુરેન્દ્રનગરમાં અકસ્માત સર્જાયો હતો. ચોટિલા પાસે બોલેરો અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં એક જ પરિવારની 4 મહિલાના મોત નીપજ્યા હતા. જુઓ સંપૂર્ણ અહેવાલ.
















