શોધખોળ કરો

મેઘરાજાની તોફાની બેટિંગ: 21 જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી

Gujarat rain forecast 2026: સાબદા રહેજો! રાજ્ય પરથી ટ્રફ પસાર થતો હોવાથી સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા, આગામી 48 કલાકમાં મહારાષ્ટ્ર પહોંચશે ચોમાસું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આગામી ૭ દિવસ ગુજરાતમાં સારો વરસાદ, દક્ષિણ ગુજરાત ઘમરોળાશે.
  • સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ.
  • ચોમાસું મહારાષ્ટ્ર તરફ, પવન સાથે ગાજવીજ વરસી શકે.

Gujarat rain forecast 2026: ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં રાજ્ય પરથી એક સિસ્ટમ (ટ્રફ) પસાર થઈ રહી હોવાથી આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. આ ઉપરાંત, સાનુકૂળ સ્થિતિ વચ્ચે ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં તે મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી જશે તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતને ઘમરોળશે મેઘરાજા

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે ખાસ ચેતવણી આપી છે. અહીંના તમામ જિલ્લાઓમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વીજળીના કડાકા-ભડાકા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ સાથે સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?

આજે રાજ્યના કુલ 21 જિલ્લા અને 3 સંઘ પ્રદેશમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. આવતીકાલની વાત કરીએ તો, સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની પૂરી શક્યતા છે. આ તરફ અમદાવાદ શહેરમાં પણ આજે અને કાલે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી લોકોને બફારા અને ગરમીમાંથી થોડી રાહત મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતના આ 5 જિલ્લાઓમાં વરસાદ તૂટી પડ્યો, અમરેલીમાં સતત 5માં દિવસે પૂર જેવી સ્થિતિ?

મધ્ય ગુજરાત અને ચોમાસાની ગતિવિધિ

આ સિવાય મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાઈ શકે છે. ચોમાસાની ગતિની વાત કરીએ તો, તે સાનુકૂળ સ્થિતિ સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના વિસ્તારોને આવરી લેશે. જોકે, ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસું ક્યારે બેસશે તેને લઈને હવામાન વિભાગે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ આપી નથી. પરંતુ, ત્યાં સુધી રાજ્યમાં વરસાદી એક્ટિવિટીના ભાગરૂપે સારો એવો વરસાદ જરૂર જોવા મળશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ: 6 કલાકમાં 29 તાલુકા ભીંજાયા, 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Frequently Asked Questions

ગુજરાતમાં આગામી 7 દિવસમાં કેવો વરસાદ જોવા મળશે?

આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, જ્યારે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં સારો વરસાદ જોવા મળશે.

ચોમાસું હાલ ક્યાં સુધી પહોંચ્યું છે અને ગુજરાતમાં ક્યારે બેસશે?

ચોમાસું સાનુકૂળ સ્થિતિ સાથે આગળ વધી રહ્યું છે અને આગામી 48 કલાકમાં મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પહોંચી જશે. ગુજરાતમાં સત્તાવાર ચોમાસાની તારીખ હજુ જાહેર કરાઈ નથી.

દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને શું ખાસ ચેતવણી આપવામાં આવી છે?

દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી સહિતના જિલ્લાઓમાં 40-50 કિમી/કલાકની ઝડપે ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શક્યતા છે. દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

સૌરાષ્ટ્ર અને અમદાવાદમાં કેવું વાતાવરણ રહેશે?

સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. અમદાવાદ શહેરમાં આજે અને કાલે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી ગરમીથી રાહત મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Gujarat Rain: 6 દિવસ રાજ્યમાં ભારે વરસાદની ચેતવણી, આ જિલ્લાઓમાં તૂટી પડશે, જાણો હવામાન અપડેટ  
Advertisement

વિડિઓઝ

Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
Sikkim Landslide : સિક્કિમમાં નિર્માણાધિન સુરંગમાં ભૂસ્ખલન, 7 શ્રમિકોના મોત
Harsh Sanghavi : ગણેશ ભક્તોને ઓછા હેરાન કરજો, માંજલપુરમાં સંઘવીની પોલીસને અપીલ
Surat Water Logging : સુરત ફેરવાયું 'બેટ'માં, રોનક પટેલે શું ઉઠાવ્યા સવાલ?
Gujarat Rain Data : રાજ્યમાં 24 કલાકમાં 165 તાલુકામાં વરસાદ, પારડીમાં 8.19 ઈંચ વરસાદ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
ગુજરાતમાં મોટો વહીવટી ફેરફાર: 28 IAS અને 13 GAS અધિકારીઓની બદલી, 5 જિલ્લામાં નવા DDO
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
Gujarat Rain: નવસારી અને વલસાડમાં 2 દિવસ અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ: 118 તાલુકામાં મેઘમહેર, આ 2 જિલ્લામાં રેડ એલર્ટ!
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ બાદ ગુસ્સામાં રાહુલ ગાંધી, કહ્યું- PM મોદીએ માફી પણ નથી માંગી, તેઓ ચૂપ કેમ?
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
Gujarat Rain: આગામી બે દિવસ આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ, જાણા હવામાન આગાહી
CJP ના સમર્થનમાં સંસદ પરિસરમાં ધરણા પર બેઠા સાંસદ ચંદ્રશેખર આઝાદ, કહ્યું,'વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો'

Embed widget