શોધખોળ કરો

Gujarat Weather: આજથી ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી, નવા વર્ષથી રાજ્યભરમાં ફરી વળશે શીતલહેર

Gujarat Weather: આગામી બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Update:  રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. નવા વર્ષથી રાજ્યભરમાં શીતલહેર ફરી વળવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આગામી બે દિવસ દરમિયાન સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 2-3 ડિગ્રી સુધી ગગડતાં ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

ગત રાત્રિએ 12.6 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. નલિયામાં એક સપ્તાહ બાદ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી વધી ગયો છે. બીજી તરફ અમદાવાદમાં 14.1 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો. જોકે, ગઈકાલે દિવસ દરમિયાન સાધારણ ગરમી-રાત્રે ઠંડીના ચમકારાને પગલે ડબલ સીઝન અનુભવાઇ હતી. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આગામી ચાર દિવસ લઘુતમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ રાજ્યમાં ઠંડીમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો અને મોટાભાગના શહેરમાં પારો 14 ડિગ્રીથી વધારે હતો. તાપમાન 13 ડિગ્રીથી નીચે નોંધાયું હોય તેમાં નલિયા ઉપરાંત માત્ર ગાંધીનગરનો સમાવેશ થાય છે. રાજકોટમાં ચાર દિવસમાં સરેરાશ લઘુતમ તાપમાન 7 ડિગ્રી વધીને 17 થઇ ગયું છે.

હીરાબાની ચિર વિદાય સહિત વર્ષ 2022ની આ ઘટનાઓ ગુજરાત ક્યારેય નહીં ભૂલે

  • વર્ષ 2022નો આજે અંતિમ દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાની ચિર વિદાયથી લઈ અનેક બાબતો માટે ગુજરાત માટે ખાસ રહ્યું. આ વર્ષે રાજ્યમાં બનેલી ઘણી ઘટનાઓને લોકો ક્યારેય ભૂલી શકશે નહીં.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાનું શુક્રવારે નિધન થયું. અમદાવાદ સ્થિત યુએન મહેતા હોસ્પિટલમાં તેમણે મધરાતે ૩.૩૦ કલાકે દેહ ત્યાગ કર્યો. ગાંધીનગરના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી મોદીએ તેમની માતાના દેહને કાંધ આપ્યો હતો અને સેક્ટર-30ના અંતિમધામમાં અંતિમ સંસ્કાર કર્યા હતા. માતાના અવસાનના સમાચાર મળતાં તેઓ દિલ્હીથી સીધા અમદાવાદ દોડી આવ્યા હતા. માતાને અંજલિ આપતી વખતે તેમજ અંતિમ વિધિ સમયે તેઓ ભાવુક બની ગયા હતા. હીરાબાએ દુનિયાથી વિદાય લીધી છે. વહેલી સવારે વડાપ્રધાને ટ્વિટ કરીને લોકોને જાણકારી આપી હતી.
  • ભાજપે રાજ્યમાં સતત સાતમી વખત વિધાનસભા ચૂંટણી જીતી હતી, જેના કારણે 2024ની લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીનું મનોબળ વધ્યું હતું. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડ બ્રેક 156 સીટ મળી હતી. કોંગ્રેસને માત્ર 17 સીટો પર જીત મળી હતી, જ્યારે રાજ્યમાં પહેલીવાર નસીબ અજમાવી રહેલી આમ આદમી પાર્ટી (આપ)ને પાંચ સીટો પર જીત મળી હતી.
  • ગુજરાતના મોરબી જિલ્લામાં મચ્છુ નદી પરનો બ્રિટિશ કાળનો પુલ 30 ઓક્ટોબરના રોજ ધરાશાયી થયો હતો, જેમાં મહિલાઓ અને બાળકો સહિત 135 લોકોનાં મોત નીપજ્યાં હતાં.
  • ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બોટાદ જિલ્લામાં જુલાઈમાં ઝેરી દારૂ પીવાથી 50 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં રાજ્યની એક કોર્ટે રેકોર્ડ 38 લોકોને મોતની સજા સંભળાવી હતી અને 2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના ગુનામાં 11 અન્ય લોકોને આજીવન કેદની સજા ફટકારી હતી. આ વિસ્ફોટોમાં 56 લોકોના મોત થયા હતા.
  • ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણો 20 વર્ષ બાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતા, રે બિલ્કિસ બાનો પર ગેંગરેપ કરવા અને તેના પરિવારના સભ્યોની હત્યા કરવાના આરોપમાં આજીવન કેદની સજા કાપી રહેલા 11 દોષિતોને ઓગસ્ટમાં જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આ મામલાએ એટલો વેગ પકડ્યો કે હવે તે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે.
  • સુરતમાં કોલેજની વિદ્યાર્થીની સમરા વેકરીયાની તેના પરિવારજનો સામે ફેનિલ ગોયાણીએ ધોળા દિવસે હત્યા કરી દેતા શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી. ગોયાણીના પ્રેમ પ્રસ્તાવને ગ્રીષ્માએ ઠુકરાવી દીધો હતો. જેનાથી ગુસ્સે ભરાઈને ગળું કાપી નાંખ્યું હતું.
  • સુરક્ષા એજન્સીઓએ આ વર્ષે ગુજરાતમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેના કારણે રાજ્યમાં પ્રતિબંધિત પદાર્થોની દાણચોરી વધી રહી છે. એપ્રિલમાં કંડલા બંદરેથી 1430 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું હતું. આ મહિનાની શરૂઆતમાં જ ભારતીય તટરક્ષક દળે 280 કરોડ રૂપિયાની હેરોઇન લઇને જઇ રહેલી પાકિસ્તાની બોટને જપ્ત કરી હતી અને નવ ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરી હતી.
  • જુલાઈમાં મુન્દ્રા બંદર નજીકથી 376 કરોડ રૂપિયાનું હેરોઇન પકડાયું હતું. જાન્યુઆરીમાં કેનેડા-અમેરિકા સરહદ પર ડિંગુચા ગામના એક પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મોત બાદ ગુજરાતમાંથી અમેરિકામાં ગેરકાયદે સ્થળાંતરનો મુદ્દો સામે આવ્યો હતો.
  • એપ્રિલમાં તત્કાલીન બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને અમદાવાદના સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી, જ્યાંથી મહાત્મા ગાંધીએ સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કર્યું હતું. જ્હોનસન સાબરમતી આશ્રમની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટીશ વડા પ્રધાન હતા.
  • સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે ઓક્ટોબરમાં ભારતના પ્રથમ સૌર ઊર્જાથી ચાલતા ગામ મોઢેરાની મુલાકાત લીધી હતી. ગાંધીનગરે ઓક્ટોબરમાં પ્રથમ વખત 'ડિફેન્સ એક્સ્પો'નું આયોજન કર્યું હતું, જેમાં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદન ક્ષમતાઓનું પ્રદર્શન કરવાની સાથે મોટા પાયે રોકાણ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish:કેટલા વેડફશો રૂપિયા?Hun To Bolish: મોતની મુસાફરી?, Abp AsmitaBudget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
રાજસ્થાન હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા, એર એમ્બ્યુલન્સથી મહારાષ્ટ્ર જશે, જાણો કારણ
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ગિરિરાજ સિંહને મળવા તેમની ઓફિસ કેમ પહોંચ્યા? જાણો સાથે બીજું કોણ હતું
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા
Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા
Embed widget