શોધખોળ કરો

ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની આગાહી: આગામી 3 કલાક માટે 7 જિલ્લાઓમાં રેડ અને 6 માં ઓરેન્જ એલર્ટ

gujarat weather nowcast rain alert: હવામાન વિભાગનું 'નાઉ કાસ્ટ': 29 જૂનથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી; 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં આજે સાંજે 4-7 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી.
  • 7 જિલ્લામાં રેડ, 6 માં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
  • 2 થી 5 જુલાઈ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ સંભાવના.
  • રાજ્યમાં 80% થી વધુ વરસાદની ઘટ, તંત્રની સાવચેતી અપીલ.

gujarat weather nowcast rain alert: ગુજરાતમાં ચાલી રહેલી વરસાદની ખેંચ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના નાગરિકો માટે એક અત્યંત મહત્વની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના તાજેતરના 'નાઉ કાસ્ટ' (Nowcast) મુજબ, આજે બપોરે 4 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીના આગામી 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, તંત્ર દ્વારા રાજ્યના 7 જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' અને 6 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 5 જુલાઈ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે.

બપોરે 4 થી 7 વાગ્યા સુધી કયા જિલ્લામાં કયું એલર્ટ?

હવામાન વિભાગની તાત્કાલિક આગાહી (નાઉ કાસ્ટ) અનુસાર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર સૌથી વધુ રહેશે:

રેડ એલર્ટ: દાદરા નગર હવેલી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદમાં અત્યંત ભારે વરસાદની આશંકાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

ઓરેન્જ એલર્ટ: મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નવસારી અને સુરત જિલ્લામાં ભારે વરસાદની સંભાવના જોતાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

યેલો એલર્ટ: ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ અપાયું છે.

2 થી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડવની શક્યતા

માત્ર આગામી 3 કલાક જ નહીં, પરંતુ 29 જૂનથી 5 જુલાઈ સુધી રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે. આગાહી મુજબ, 2 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને અહીં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 15 થી 20 નોટ અને ઝાપટાં 25 નોટ સુધી પહોંચી શકે છે. જોકે, આ વરસાદી માહોલ વચ્ચે પણ અમદાવાદમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Weather Update: ફક્ત 48 કલાક પછી બદલાશે હવામાન! દિલ્હી સહિત આ રાજ્યોમાં વરસાદ ધબધબાટી બોલાવશે

વરસાદની 80 ટકાથી વધુ ઘટ, તંત્ર દ્વારા સાવચેતીની અપીલ

રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિ અંગે વાત કરીએ તો, ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 18.8 મીમી વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે આ સમયગાળા સુધીમાં 104 મીમી વરસાદ વરસી જવો જોઈએ, જે દર્શાવે છે કે રાજ્યમાં વરસાદની હજુ પણ મોટી ઘટ પ્રવર્તી રહી છે.

આગામી દિવસોના હવામાન અંગે હવામાન વિભાગના ડિરેક્ટર અશોકકુમાર દાસે જણાવ્યું હતું કે, "આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે." હવામાન વિભાગ દ્વારા તમામ દરિયાકાંઠાના વિસ્તારોના સ્થાનિકો અને ખેડૂતોને હવામાનના આ મોટા ફેરફાર સામે આગોતરા પગલાં લેવા અને સુરક્ષિત સ્થળે રહેવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ

Frequently Asked Questions

ગુજરાતમાં તાત્કાલિક વરસાદની આગાહી શું છે?

હવામાન વિભાગના 'નાઉ કાસ્ટ' મુજબ, આજે બપોરે 4 થી 7 વાગ્યા સુધીના 3 કલાક દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આ ગાળા માટે 7 જિલ્લામાં 'રેડ એલર્ટ' અને 6 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે.

કયા જિલ્લાઓમાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે?

દાદરા નગર હવેલી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આશંકાને કારણે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ ક્યારે આવવાની શક્યતા છે?

2 જુલાઈથી 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. આ સમયગાળામાં તોફાની પવન પણ ફૂંકાવાની આગાહી છે.

ગુજરાતમાં હાલ વરસાદની કેટલી ઘટ છે?

રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીમાં માત્ર 18.8 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે 104 મીમી હોવો જોઈએ. આમ, વરસાદની 80% થી વધુ ઘટ પ્રવર્તી રહી છે.

Advertisement

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Gujarat Rain: આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં સામાન્ય વરસાદનું અનુમાન, બે નવી સિસ્ટમ સક્રિય છતાં વરસાદી ખેંચ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Advertisement

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Shukra Nakshatra Gochar: શુક્રનું નક્ષત્ર ગોચર, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય, થશે આર્થિક લાભ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
Embed widget