Gujarat Weather Nowcast: આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં પડશે ગાજવીજ સાથે વરસાદ, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં હળવા વરસાદની આગાહી છે.
Gujarat Weather Update: હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાકને લઈ નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે, મધ્યમ અને હળવા વરસાદની આગાહી છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરેન્દ્રનગર, મોરબી, આણંદ, ખેડા, અરવલ્લી, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી છે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં હળવા વરસાદની આગાહી છે.
અંબાલાલ પટેલે શું કરી છે આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઇને મોટી આગાહી કરી છે. તેમને આગાહી કરતાં જણાવ્યુ કે, કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે, હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થઇ રહ્યું નથી. હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થયો છે. પેસિફિક મહાસગર પર વાદળો હાલમાં નહીવત છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત દેખાઇ રહ્યાં છે. વાયુ મંડળમાં એટમૉસ્ટફિયરિક વેવ નબળી દિશામાં છે.
Rainfall Warning : Gujarat Region on 24th July 2024
— India Meteorological Department (@Indiametdept) July 24, 2024
वर्षा की चेतावनी: 24 जुलाई 2024 को गुजरात क्षेत्र में :#weatherupdate #rainfallwarning #Gujarat @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/RLV6Y13t59