Gujarat Weather: રાજ્યમાં ફરી ઠંડી બોલાવશે ભુક્કા, આવતીકાલથી કાતિલ ઠંડીનો શરૂ થશે વધુ એક રાઉન્ડ
આગામી 24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે. પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી શકે છે. હાલમાં રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાંઇ રહ્યો છે.
Gujarat Weather Update: રાજ્યમાં રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. જે મુજબ રાજ્યમાં 24 કલાક બાદ ઠંડી વધી શકે છે. ગુજરાતમાં આગામી 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. હાલમાં રાત્રીનું તાપમાન નોર્મલ છે, અમદાવાદમાં 10 ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથી ઠંડીનો ચમકારો અનુભવાશે.
24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે
રાજ્યમાં સોથી ઓછુ તાપમાન ગાંધીનગરમાં 9.7 નોધાયું છે, જ્યારે અમદાવાદમાં 11.7 અને નલિયા પણ 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાક બાદ પવનની દિશા પણ બદલાશે. પવનની દિશા બદલાવવાના કારણે ઠંડી વધી શકે છે. હાલમાં રાજ્યમાં 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂકાંઇ રહ્યો છે.
હવામાન વિભાગના અનુસાર આજે ઠંડીથી રાહત રહેશે પણ આવતીકાલથી ફરી ઠંડીનું જોર વધશે. હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરીથીં ઠંડીનો ચમકારો વધશે. આગામી 24 કલાક તો તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય. પણ કાલથી ફરી 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. ગત રાત્રિએ 7.2 ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયુ હતું. નલિયા ઉપરાંત અમરેલી, ગાંધીનગર, ડીસા, ભૂજ, રાજકોટમાં જ લઘુત્તમ તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા 1 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી ત્રણ દિવસ અમદાવાદમાં 11થી 13 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે. જો કે હવામાન વિભાગના મતે અમદાવાદમાં 22થી 24 જાન્યુઆરી કડકડતી ઠંડી પડશે અને તાપમાન 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે.
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં વાસી બ્રેડ બટરને લઈ દંપત્તિમાં થયો ઝઘડો, બાદમાં પતિએ કર્યુ એવું કે જાણીને ચોંકી જશો
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની. દંપત્તિ વચ્ચે વાસી બ્રેડ બટરને લઈ થયેલા ઝઘડામાં પતિએ પત્નીનું કાસળ કાઢીને ઘરમાં આગ લગાવી દીધી હતી. ફાયર અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ, પતિ પત્ની વચ્ચે પારિવારીક ઝઘડો આગ પછળનું મુખ્ય કારણ છે. ઝઘડામાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કર્યા બાદ આગ લગાવી હતી. આગમાં પત્નીનું મોત થયાનું સામે આવ્યું છે. મૃતકનું નામ અનિતા બઘેલા, જ્યારે પતિનું નામ અનિલ બઘેલ છે. દંપત્તિનો પુત્ર ધો. 8 અને પુત્રી ધો. 6માં અભ્યાસ કરે છે.
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલા ઇડન ફ્લેટના V બ્લોકના ચોથા માળ ઉપર આગ લાગવાનો કોલ ફાયરવિભાગને મળ્યો.આગ ઉપર તો કાબુ કરી લેવાયો પણ બાદમાં સામે આવ્યું કે પતિએ પત્નીની હત્યા કરી નાખી છે.સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.તપાસ કરતા માલુમ પડ્યું કે મૂળ આગ્રાના મેરઠના અનિલ બઘેલ તેમના પત્ની અને એક પુત્રી અને એક પુત્ર સાથે ચાર વર્ષથી વસવાટ કરી રહ્યા હતા.વ્યવસાયે કેમિકલ એન્જીનીયર અનિલ બઘેલના પત્ની અનિતા બઘેલનો મૃતદેહ સવારે સોસાયટીના રહીશોએ નીચે લોહી લુહાણ હાલતમાં જોયો હતો તો તેની સાથે ચોથા માળે આગ પણ લાગી હતી.જે બાદ ફાયરવિભાગને જાણ કરવામાં આવી હતી.