Gujarat Weather: પશ્ચિમ બંગાળમાં સિસ્ટમ થઈ સક્રિય, રાજ્યમાં ચોમાસાની જોવી પડશે રાહ
. હવામાન વિભાગ મુજબ, 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ છુટા છવાયો વરસાદ પડશે.
Gujarat Weather: રાજ્યમાં ચોમાસા માટે ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ, 5 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. અમુક જગ્યાએ છુટા છવાયો વરસાદ પડશે, દક્ષિણ ગુજરાત - ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે હાલ પશ્ચિમ બંગાળમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ચોમાસું ઓડિશા સુધી પહોંચ્યું છે. અમદાવાદમાં 37-38 ડિગ્રી તાપમાન રહી શકે છે.
વામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં ચોમાસા માટે હજુ એક સપ્તાહની રાહ જોવી પડશે. હાલની સ્થિતિને જોતા જૂન મહિનાના અંત સુધીમાં દક્ષિણ ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમન થવાની શક્યતા છે. કેરળમાં ચોમાસાનું આગમન થતાની સાથે અરબ સાગરમાં સર્જાયેલ સાયક્લોન એક્ટિવિટીએ મોનસૂન સિસ્ટમને ડિસ્ટર્બ કરી દીધી છે. જેના પગલે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસા માટે હજુ ગુજરાતવાસીઓએ રાહ જોવી પડશે, હવામાન વિભાગના અનુમાન મુજબ આ સમયે મોનસૂન માટે જે સિસ્ટમ બનવી જોઈએ તે નથી બની રહી જેના કારણે થી ચોમાસના આગમને લઇને વિલંબ થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2થી 3 દિવસ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા અને વડોદરા જિલ્લામાં સામાન્ય વરસાદ થઇ શકે છે. અમદાવાદમાં વાદળછાયુ વાતાવરણ રહેશે.
અંબાલાલનું અનુમાન
હવામાન નિષ્ણાત અંબાલાલના મત મુજબ રાજ્યમાં 25થી 30 જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આઠ ઈંચ, તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 12 ઈંચ સુધી વરસાદ વરસવાની અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે. જો કે હાલ ચોમાસાની રાહ વચ્ચે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક શહેરોમાં ગરમીનો પારો ઊંચે જતાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યાં છે. ગરમી અને ઉકળાટ વધતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. આગામી સપ્તાહથી અમદાવાદમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ શકે છે.
કયા રાજ્યોમાં વરસાદની છે સંભાવના
ઉત્તર ભારતમાં આકરી ગરમીથી ત્રસ્ત લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. તેનાથી લોકોને હીટવેવથી પણ રાહત મળશે. પહાડી રાજ્યોની વાત કરીએ તો ઉત્તરાખંડમાં 26 જૂન સુધી, હિમાચલ પ્રદેશમાં 23 અને 24 જૂને વરસાદ પડી શકે છે. 22 થી 25 જૂન પશ્ચિમ બંગાળ, 23 થી 26 જૂને ઓડિશા, 23 થી 26 જૂને કોસ્ટલ કર્ણાટક, 25 અને 26 જૂને ઉત્તર કર્ણાટક, 22, 24 અને 26 જૂને નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદ થશે.