શોધખોળ કરો

હવામાન વિભાગે રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં કેટલાક વિસ્તારોમાં હિટવેવ અને કેટલીક જગ્યાએ વરસાદની આગાહી કરી, જાણો

ગુજરામાં (Gujarat) છેલ્લા એક સપ્તાહથી  કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ (monsoon) થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. જેના કારણે તાપમાનમાં (weather) પણ બદલાવ જોવા મળ્યો છે.

અમદાવાદ : ગુજરામાં (Gujarat) છેલ્લા એક સપ્તાહથી  કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ઘણા જિલ્લાઓમાં સામાન્ય વરસાદ (monsoon) થઈ રહ્યો છે. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાય રહી છે. જેના કારણે તાપમાનમાં (weather) પણ બદલાવ જોવા મળ્યો છે. જોકે રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાય રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હિટવેવની (Heatwave) આગાહી હવામાન વિભાગે કરી છે. બીજીન તરફ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. 

ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકતા તાપમાનમાં વધારો થશે.  જેને લઈને 25 અને 26 તારીખે પોરબંદર,બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવ(Heatwave)ની આગાહી કરવામાં આવી છે.  ગરમ પવન ફૂંકાવવાના કારણે તાપમાનમાં પણ 2થી 3 ડિગ્રીનો વધારો થશે. અમદાવાદ શહેરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે અમદાવાદ શહેરમાં 41થી 43 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાશે.

26 થી 29 તારીખ સુધી સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ,કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  બેવડી ઋતુથી કૃષિ પાક અને લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. રાજસ્થાન પર એક સાકલોનીક સર્ક્યુલર સક્રિય થયું છે. તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્રમાં વીજળીના ચમકારા તેમજ 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 26થી 29 એપ્રિલ દરમિયાન અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ,કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

રવિવારે મોરબી જીલ્લામાં બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેથી મોરબી, હળવદ, માળીયા મી.ટંકારામાં માવઠું થયું હતું. ખેતરોમાં પડેલા તૈયાર પાકો પર પાણી ફરી વળ્યાં હતા. મોરબી જીલ્લામાં આજે બપોર બાદ અચાનક જ વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને શુષ્ક અને ઠંડી આબોહવા અને ઝડપી પવન ફૂંકાયો હતો.  કોરોનાની મહામારી વચ્ચે બેવડી ઋતુથી લોકો પરેશાન થઈ રહ્યા છે. બપોરે ગરમી પડી રહી છે અને સાંજે વરસાદનું વાતાવરણ જોવા મળે છે. .જો કે કમોસમી વરસાદ અને ભારે પવનને કારણે કેરીના પાકને નુકસાન થઈ રહ્યું છે બીજી બાજુ બેવડી ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. 

ટોપ સ્ટોરી

Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
Gujarat: મહેસૂલ કર્મચારીઓના આંદોલનનો અંત, સરકાર સાથે બેઠક બાદ કર્મચારી મહામંડળની જાહેરાત
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
PM મોદીના શાસનના 25 વર્ષ પૂર્ણ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- આજે દેશ પોલિસી ગ્રીવન્સનું ઉત્તમ ઉદાહરણ
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
Kutch: કચ્છમાં ટેન્કર અને બોલેરો વચ્ચેની ટક્કરમાં 7 લોકોના મોત , મરણચીસો ગુંજી ઉઠ્યો હાઈવે
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પરેડ માટે આવેલા 87 સેનાના જવાનો તાવની ઝપેટમાં, એકનું મોત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget