શોધખોળ કરો
જેલમાંથી બહાર નીકળતાની સાથે જ હાર્દિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ, જાણો વિગતે
કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. હાર્દિક પટેલના રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ ફરી એક વખત વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
![જેલમાંથી બહાર નીકળતાની સાથે જ હાર્દિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ, જાણો વિગતે Hardik patel again arrested in mansa police in a 2017 case જેલમાંથી બહાર નીકળતાની સાથે જ હાર્દિક પટેલની વધુ એક કેસમાં ધરપકડ, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/01/23222114/hardik.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: કોંગ્રેસના નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. હાર્દિક પટેલના રાજદ્રોહ કેસમાં જામીન મળ્યા બાદ ફરી એક વખત વધુ એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. હાર્દિકની માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરીને સભા સંબોધવાના કેસમાં ધરપકડ કરી છે. માણસા પોલીસે હાર્દિક પટેલની સેન્ટ્રલ જેલમાંથી ધરપકડ કરી છે. હાલમાં હાર્દિકને ગાંધીનગર એલસીબી ખાતે લઈ જવામાં આવ્યો છે. ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.
હાર્દિક પટેલ સામે નોંધાયેલા અગાઉના ગુનામાં કડક કાર્યવાહી થઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે. હાલ એવા પણ સમાચાર મળી રહ્યા છે કે, માણસા બાદ સિદ્ધપુર પોલીસ પણ હાર્દિક પટેલની ધરપકડ કરી શકે છે. હાર્દિક પટેલ વિરુદ્ધ સિદ્ધપુરમાં પણ જાહેરનામાં ભંગની ફરિયાદ નોંધાયેલી છે.
રાજદ્રોહના કેસમાં જામીન મળતા જ હાર્દિક જેલની બહાર નીકળ્યાં હતા. પરંતુ જેલમાંથી બહાર નીકળતાની સાથે જ હાર્દિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. માણસા પોલીસે જાહેરનામાનો ભંગ કરીને સભા સંબોધવાના કેસમાં હાર્દિકની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)