આકરા તાપમાં તપવા રહેજો તૈયાર, અમદાવાદમાં બે દિવસ યેલો એલર્ટ, સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તો બીજી બાજુ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે, તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી છે.
Gujarat Heat News: અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે. રાજ્યમાં 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર આજે સૌથી ગરમ શહેર રહ્યું છે. તો અમદાવાદમાં પણ તાપમાન 41.4 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ પ્રમાણે અમદાવાદમાં આજે અને આવતીકાલે બે દિવસ યેલો અલર્ટ આપવામાં આવ્યુ છે. તો આગામી બે દિવસ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર રહેવાની શક્યતા છે. ગરમીના આકરા પ્રકોપના કારણે બપોર થતા રાજ્યના રસ્તાઓ સૂમસામ બન્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી. તો બીજી બાજુ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાશે, તાપમાનમાં 3 ડિગ્રી વધારો થવાની આગાહી છે.
રાજ્યમાં ગત રોજ 41.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુ ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયો છે. સાથે જ આગામી 5 દિવસમાં અમદાવાદ માં 42 ડિગ્રી ઉપર તાપમાન જઈ શકશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત અમદાવાદમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજ અને કાલે અમદાવાદમાં યેલો એલર્ટ છે. અમદાવાદમાં 10 અને 12 ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગરમીની ઋતુ શરૂ પ્રમાણે હાલ તાપમાન નોંધાઇ રહ્યું છે. હાલ ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર નહિ.
દેશના કેટલાક ભાગમાં વરસાદ પડ્યો
દેશના વિવિધ ભાગોમાં વરસાદ અને ઠંડા પવનો ચાલુ છે. રવિવારે (7 મે)ના રોજ પણ ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. સોમવારે (8 મે) સવારે પણ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો અને વાતાવરણ ખુશનુમા બની ગયું. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદની સંભાવના છે.
ભારે વરસાદ અને ઠંડા પવનોને કારણે ભારતના ઘણા રાજ્યોને આકરા તડકા અને આકરી ગરમીથી રાહત મળી છે. દિલ્હી-એનસીઆરમાં, સોમવારે (8 મે) સવારે વાવાઝોડા અને વરસાદ સાથે શરૂ થયો. જોરદાર પવન સાથે ઘેરા વાદળો ચેતવણી આપી રહ્યા છે કે હવામાન હવે આવું જ રહેવાનું છે. IMD અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત વિવિધ સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ રાજ્યોમાં થઈ શકે છે ભારે વરસાદ!
ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે. મેરઠ, અમરોહા, મુરાદાબાદ, ગઢમુક્તેશ્વર, રામપુર, હાપુડ, ગુલાવતી, સંભલ, કાસગંજ, હાથરસ અને મથુરામાં પણ વરસાદની આગાહી છે. વરસાદની સાથે હિમાલયના વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ઘણા વિસ્તારોમાં કમોસમી હિમવર્ષાથી જનજીવન ખોરવાઈ રહ્યું છે.
ઉત્તરાખંડના બદ્રીનાથ ધામમાં પણ હિમવર્ષા ચાલુ છે. અહીંથી ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે પરંતુ ખરાબ હવામાનના કારણે તેમાં વારંવાર વિક્ષેપ આવી રહ્યો છે. ઉત્તરાખંડ ઉપરાંત કેરળ, કર્ણાટક, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં આગામી 4 થી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે.