Gujarat: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, આ શહેરોમાં કરાઇ હિટવેવની આગાહી
ગુરુવારે રાજ્યના 12 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો હતો.
ગાંધીનગરઃ રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. ગુરુવારે રાજ્યના 12 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થયો હતો. 44 ડિગ્રી સાથે અમરેલી, કેશોદ, સુરેંદ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઈ હતી. સુરેંદ્રનગરમાં 44.3 ડિગ્રી, કેશોદમાં 44.1 ડિગ્રી, અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ૪૩.૭ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો વધારો થયો હતો તો વડોદરામાં 43.8, રાજકોટમાં 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ આગામી બે દિવસ કાળઝાળ ગરમી પડશે. આણંદ, સુરત, બોટાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છમાં બે દિવસ હીટ વેવની આગાહી કરવામાં આવી છે.
હજુ બે દિવસ ગરમી ઘટવાની શક્યતા નહીંવત છે. ગુરુવારે બોપલમાં 42.9 ડિગ્રી, ચાંદખેડામાં 42.9 ડિગ્રી, પિરાણામાં 42.8 ડિગ્રી, સેટેલાઈટમાં 42.8, નવરંગપુરામાં 42.7, એયરપોર્ટ વિસ્તારમાં 42.5 અને રાયખડમાં 42.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો અમદાવાદમાં હજુ આગામી 10 દિવસ ૪૨થી ૪૫ ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન રહી શકે છે.
Cyclone Biparjay: આવી રહ્યું છે વધુ એક ઘાતક વાવાઝોડુ, અરબ સાગરમાં સર્જાશે 'Biparjay'
Cyclone Biparjay: દેશમાં એક પછી એક વાવાઝોડાનો ખતરો દેખાઇ રહ્યો છે, અત્યારે એક વાવાઝોડાનો ખતરો ટળ્યો નથી ત્યાં તો બીજા એક અન્ય વાવાઝોડાએ રૂપ લેવાનું શરૂ કરી દીધુ છે. રિપોર્ટ છે કે, અરબ સાગરમાં વધુ એક ઘાતક વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, અને તે ગમે તે સમયે ઝાટકી શકે છે.
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં હાલમાં મોચા વાવાઝોડાને લઇને લોકો અને તંત્ર ચિંતિત છે, ત્યાં તો વધુ એક વાવાઝોડુ, એટલે કે અરબ સાગરમાં વાવાઝોડુ આકાર લઇ રહ્યું છે. આ વાવાઝોડું વિવિધ મૉડેલોમાં ઓમાન કે અરબ દેશો તરફી રહેવાનો અંદાજ વધુ દેખાઇ રહ્યો છે. આ વાવાઝોડુ જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ હશે તે સમયે આ વાવાઝોડુ ઉદભવી શકે છે. અરબ સાગરમાં ઉદભવશે તેનું નામ ‘બીપર જય' વાવાઝોડુ હશે, આ વાવાઝોડાનું નામકરણ બાંગ્લાદેશ દ્વારા થયેલું છે. બાંગ્લાદેશે આનુ નામ ‘Biparjay' - ‘બીપર જય' રાખ્યુ છે.
હાલમાં ભારતમાં ‘મોકા' વાવાઝોડાનો ભય ઉદભવ્યો છે. આ વાવાઝોડુ અત્યારે બંગાળની ખાડીમાં ઘુમરાઇ રહ્યું છે, જેના પ્રભાવે ગુજરાત-રાજસ્થાન સહિતના રાજયોમાં શુષ્ક વાતાવરણને અને હિટવેવ, ગરમી વધી રહી છે. જોકે માસાંતે એટલે કે માસના અંતિમ દિવસોમાં અરબ સાગરમાં એક અન્ય વાવાઝોડું આકાર લેશે, તેમ હવામાન એજન્સીઓ પોતાના મૉડેલોમાં દર્શાવી રહી છે. આ વાવાઝોડાનું નામકરણ બાંગ્લાદેશ દ્વારા થયેલું છે. તેનું નામ ‘Biparjay' - ‘બીપર જય' હશે. અરબ સાગરમાં તેનું ઉદભવસ્થાન હશે, અને તેનો ટ્રેક (દિશા) જુદાજુદા મૉડેલોમાં ઓમાન કે અરબ દેશો તરફનો હશે