Gujarat Rain Live Update: સોરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ઘરમપુરમાં બારે મેઘ ખાંગા, આ જિલ્લા રેડ એલર્ટ પર
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે જો કે 2 જુલાઇ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે, બાદ 5 જુલાઇ સુધી રાજ્યમાં સમાન્ય છુટછવાયો વરસાદ રહેશે.
LIVE
Background
Gujarat News Update:હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ રહેશે જો કે 2 જુલાઇ બાદ ધીરે ધીરે વરસાદનું જોર ઘટશે, બાદ 5 જુલાઇ સુધી રાજ્યમાં સમાન્ય છુટછવાયો વરસાદ રહેશે.
હવામાન વિભાગની માહિતી મુજબ ઓફ શ્યોર અને સાઈસર વરસાદી સિસ્ટમ સક્રિય થઇ હોવાથી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાનો અનુમાન છે અને આવતીકાલથી ધીમે ધીમે વરસાદનું જોર ઘટશે. જૂનના અંત અને જુલાઇની શરૂઆતમાં ગુજરાતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જામનગર અને જૂનાગઢ તેમજ કચ્છમાં ભારે વરસાદ વરસ્યો.
ચોમાસાના પ્રારંભે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. સૌથી વધુ કચ્છ જિલ્લામાં 88 ટકા વરસાદ વરસ્યો, તો સૌરાષ્ટ્રમાં 41 ટકાથી વધુ વરસાદ પડ્યો. દક્ષિણ ગુજરાતમાં 20.81 ટકા, ઉત્તર ગુજરાતમાં 27.65 ટકા અને મધ્ય ગુજરાતમાં 16.59 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 205 તાલુકામાં નોંધાયો વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના ધરમપુરમાં સાડા નવ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં સાડા આઠ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના કપરાડામાં સવા આઠ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના પારડીમાં સવા સાત ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડના વાપીમાં પોણા સાત ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં પોણા સાત ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં સવા છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડ તાલુકામાં છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમરેલીના ધારીમાં સવા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં છોટા ઉદેપુર તાલુકામાં સવા પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ભરૂચ તાલુકામાં પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અંકલેશ્વરમાં પાંચ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ચીખલીમાં પાંચ ઈંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી, આગામી 5 દિવસ સામાન્ય વરસાદનો અનુમાન
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ કોઈ સિસ્ટમ નથી બની જેથી રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. ઉપરાંત અમદાવાદમાં આજે સાંજે વરસાદનો અનુમાન છે. આગામી 5 દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદ રહેશે. હવામાનના અનુમાન મુજબ આજના દિવસે નર્મદા, ડાંગ, નવસારી,દમણ અને દાદરાનગરહવેલીનાં વરસાદનો અનુમાન છે. ઉપરાંત હજુ આજના દિવસે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર રહેશે.પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ગીર સોમનાથ, દ્વારકામાં ભારે વરસાદનો અનુમાન છે.
ભારે વરસાદથી કચ્છ જિલ્લાના આ ડેમ થયા ઓવરફ્લો
કચ્છમાં સિઝનનો સૌથી વઘુ 87.44 ટકા વરસાદ નોંધાયો છે. જેન કારણે જળાસયમાં પણ પાણીની આવક થતાં લખપતનો ગજણસર, મુન્દ્રાનો કારાઘોઘા ડેમ ઓવરફ્લો થયો છે. માંડવીનો ડોણ, અબડાસાનો કંકાવટી ડેમ ઓવરફ્લો થયો છે. ભૂજનો કાસવતી, મુન્દ્રાનો ગજોડ ડેમમાં પાણીની ભરપુર આવક થઇ છે. કચ્છ જિલ્લામાં સિઝનનો અત્યાર સુધીમાં 87.44 ટકા વરસાદ પડી ચૂક્યો છે.
જૂનાગઢમાં ભારે વરસાદ સર્જી તારાજી, વાવેતરને મોટાપાયે નુકસાન
છેલ્લા ત્રણ દિવસથી જુનાગઢ જિલ્લામાં ભારે વરસાદ એ તારાજી સર્જી છે ત્યારે મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો બીજી તરફ માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારના ગ્રામ્ય પંથકોના ખેતરોમાં પાણી ભરાયા છે. ઓજત નદીમાં પાણીનો પ્રવાહ વધવાના કારણે ખેતરોના કાંઠે બાંધેલી દીવાલો પણ પ્રવાહમાં તૂટી ગઈ છે અને ખેતરો પાણીથી ધોવાયા છે અને રફ પાકોમાં પાણી ફરી વળ્યુ છે. જૂનાગઢ ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લામાં ખરીફ- 2023 મુજબ કુલ 3.13 લાખ હેકટરમાં વાવણીરૂપી પાકનુ વાવેતર કરવામાં આવેલ છે. જેમાં મગફળીનું 1.87 લાખ હેકટર, સોયાબીનનું 59,430 હેકટર, કપાસનું 53,185 હેકટર સહિતનું વાવેતર કરાયું છે.જૂનાગઢના ગામડાના રસ્ત્તા પર નદી વહેતી હોય તેવી દ્રશ્યો સર્જાયા છે. જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
જામકંડોરણાના હરિયાસણમાં ભારે વરસાદ, બાઈક ચાલક તણાયો
જામકંડોરણાના હરિયાસણમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તા પર વરસાદી પાણી ભરાયા છે. આ સ્થિતિમાં બેઠી ધાબી પર પાણીમાંથી પસાર થતા સમયે પાણીના તીવ્ર પ્રવાહમાં બાઈક ચાલક તણાયો હતો. યુવક રાયડી ગામનો રહેવાસી હોવાની માહિતી મળી છે. સ્થાનિકોએ બાઈક ચાલકની શોધખોળ શરૂ કરી છે. જામકંડોરણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે.
અમિત શાહે ગુજરાત જળપ્રલયની સ્થિતિ સીએમ સાથે વિશે કરી વાત
રાજ્યમાં વરસેલા ભારે વરસાદ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાથે વાતચીત કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, પૂર પ્રભાવિત લોકોની મદદ કરવામાં સરકાર લાગી છે.NDRF, SDRF અને સ્થાનિક પ્રશાસન લોકોની મદદમાં માટે ખડે પગે છે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર મુશ્કેલીના સમયમાં લોકોની સાથે છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિથી પ્રભાવિત લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવા સરકાર સખત મહેનત કરી રહી છે. મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે જાણકારી મેળવી. NDRF અને SDRFની ટીમો તેમજ સ્થાનિક વહીવટીતંત્ર આ…
— Amit Shah (@AmitShah) July 2, 2023