શોધખોળ કરો

Heavy Rain: વાવાઝોડા બાદ કચ્છના ખેડૂતોને વરસાદે ધોયા, આ મોંઘા પાકોને થયું પારાવાર નુકસાન

રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે કચ્છમાંથી ખેડૂતોને મોટુ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે

Heavy Rain: રાજ્યમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યાં છે, આ બધાની વચ્ચે હવે કચ્છમાંથી ખેડૂતોને મોટુ નુકસાન થયાના સમાચાર સામે આવ્યા છે. માહિતી પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં પૂર્વ કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતર ધોવાયા છે, ખેતરોમાં પાકને મોટુ નુકસાન પહોંચ્યુ છે. વરસાદથી અંજાર તાલુકાના સતાપર, લાખાપર, મીઠા પસ્વારીયા, ખારા પસ્વારિયા, અજાપર, વરસામેડી, અંબાપર સહિતના વાડી વિસ્તારમાં ખુબ પાણી ભરાયા છે,

Heavy Rain:  વાવાઝોડા બાદ કચ્છના ખેડૂતોને વરસાદે ધોયા, આ મોંઘા પાકોને થયું પારાવાર નુકસાન

વાડી વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાથી કપાસ, મગફળી, તલી, એરેન્ડા, સહિત પાકનું ધોવાણ થયુ છે. મહત્વનું છે કે, થોડાક દિવસો પહેલા આવલા  બિપરજૉય વાવાઝોડાના કારણે કચ્છમાં ભારે તબાહી મચી હતી, હજુ તેના નુકસાનમાંથી ખેડૂત બહાર આવ્યા નથી ત્યાં તો વરસાદે ફરીથી પડ્યા પર પાટૂ જેવી સ્થિતિ કરી દીધી છે. ખેડૂતોની મહેનત પર વરસાદે પાણી ફેરવી દીધું છે. 

Heavy Rain:  વાવાઝોડા બાદ કચ્છના ખેડૂતોને વરસાદે ધોયા, આ મોંઘા પાકોને થયું પારાવાર નુકસાન

કચ્છમાં અનારાધાર વરસાદ, ગાંધીધામ અને આદિપુર જળમગ્ન

મૂશળધાર વરસાદના કારણે પૂર્વ કચ્છનું ગાંધીધામ અને આદિપુર જળમગ્ન બન્યું છે. અનારાધાર વરસાદના કારણે ગાંધીધામનું મહારાણા સર્કલ પણ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.  અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. માર્ગો પર કમર સુધી પાણી ભરાતા વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે. ગાંધીધામ એસટી બસ સ્ટેશન બહાર તો નદી વહેતી હોય તેમ દ્રશ્યો સર્જાયા છે. ગાંધીધામ અંજાર હાઈ વે પર પાણી ભરાયા છે. જેના કારણે ટ્રાફિક પણ ખોરવાયો છે. 5 કીલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે.  કચ્છમાં અંજારની સાંગ નદીના પટમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં ફસાયેલા લોકોનું પોલીસે રેસ્ક્યૂ કર્યું છે. જીવના જોખમે પોલીસ કર્મચારીઓએ 30 જેટલા લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ભારે વરસાદના એલર્ટના પગલે લોકોને નીચાણવાળા વિસ્તારો છોડી સલામત સ્થળે ખસી જવા  સૂચના આપવામાં આવી છે. કચ્છ જિલ્લામાં  ભારે વરસાદ હવે આફતરૂપ બન્યો છે. ગાંધીધામ રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ઘુંટણસમા પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ પરેશાન થઇ રહ્યા છે.પૂર્વ કચ્છમાં ભારે વરસાદથી ડેમોમાં પાણીની ભરપૂર આવક થઇ રહી છે. જેના પગલે  વર્ષો બાદ ટપ્પર ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યાં છે. અહીં નદીના પટમાં લોકોને ન જવા સૂચના અપાઇ છે. અંજારમાં પડેલ ભારે વરસાદના કારણે ખેતીની જમીનને મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે. ખેતરો જળમગ્ન થઇ ગયા છે. ભારે વરસાદના કારણે ખેતરોમાં કમર સુધીના પાણી  ભરાઇ છે.ખેડુતોએ તાજેતરમાં વાવેલા મગફળી, કપાસ નું સંપૂર્ણ રીતે ધોવાણ  થઇ ગયું છે. કચ્છમાં એક તરફ વાવાઝોડાના કારણે ખેડૂતો પરેશાન થાય હતો તો હવે ભારે  વરસાદના કારણે ખેડૂતોના ખેતર ધોવાઈ જતાં મોટું નુકસાન ભોગવાનો વારો આવ્યો છે.અંજાર પંથકમાં અનારાઘાર વરસાદના કારણે ગળપાદર  નદી બે કાંઠે વહેતી થઇ છે. નદીમાં ઘોડાપુર આવતા કેટલાક લોકો ફસાયા હતા. કાલે રાત્રે કચ્છ કલેકટર અમિત અરોરા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ફાયર ટીમ તથા સ્થાનિક ટીમ દ્વારા રસ્ક્યુ  ઓપરેશન કરવામાં આવ્યું હતું,  જો કે સદભાગ્યે ત્રણેયને સહી સલામત બચાવી લેવામાં સફળતા મળી હતી.  તો બીજી તરફ   અંજારના વરસામેડીમાં ખેડૂત પાણીની વચ્ચે ફસાયો હતો. બીએસએફની ટીમ રેસ્ક્યુ માટે પહોંચી હતી. 

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીકરીનું સરઘસ કેમ?Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે નવો નિર્ણયAmreli Fake letter case: દીકરીનું સરઘસ કઢાયાના કોંગ્રેસના આરોપનો સરકારે ફગાવ્યાAhmedabad News | અમદાવાદના ઘાટલોડિયાની નાલંદા સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
America: નવા વર્ષનો પહેલો દિવસ બન્યો જીંદગીનો છેલ્લો દિવસ,ઉજવણી કરી રહેલા લોકો પર ટ્રક ફરી વળતા 12 મોત,અંધાધૂધ ફાયરિંગ
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
GSTથી છલકાયો સરકારનો ખજાનો, ડિસેમ્બરમાં થયું રેકોર્ડબ્રેક કલેક્શન, આંકડો જાણીને ચોંકી જશો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
IND vs AUS: ગૌતમ ગંભીરની ખુરશી ખતરામાં! શું થશે હાર બાદ થશે મોટો ધડાકો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
Gandhinagar: 2025માં બની રહ્યા છે ખાસ સંયોગ, ગુજરાતમાં થશે આ 4 મોટી ઉજવણી
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ  ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
ATM Card: નવા વર્ષના પહેલા દિવલે જ ATM કાર્ડ પર લખેલા આ નંબરને કાઢી નાખો, RBIએ આપી ચૂકી છે ચેતવણી!
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
શું તમે પણ જાણો છો Google Mapનું આ ફિચર? બચી જશે Toll Tax, જાણો વિગતે
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Embed widget