શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યના અનેક જિલ્લામાં સવારથી જ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ભારે પવનના કારણે વીજળી ગૂલ

ગુજરાતમાં આજે સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો, ઉત્તર ગુજરાત સહિત અને વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થયા છે.

Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં બે દિવસ સામાન્ય વરસાદ થઈ શકે છે.  આજે સવારથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો. પ્રિમોનસૂન એક્ટીવીના ભાગરૂપે ગાજવીજ સાથે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડ્યો.

ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રિમોનસૂન એકટીવીન શરૂ થઇ ગઇ છે હવામાન વિભાગે રાજ્યમાં 2 દિવસ વરસાદની આગાહી કરી છે જે મુજબ મહેસાણા, પાટણ, અરવલ્લી સહિતના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે સવારથી વરસાદ પડી રહ્યો છે.

 કયાં વિસ્તારમાં ધોધમાર વરસાદ

અરવલ્લી જિલ્લામાં આજે સવારથી વરસાદે જોરદાર બેટિંગ કરી. વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ભારે પવન સાથે ગાજવીજ સાથે  વરસાદ ખાબક્યો. મોડાસા-શામળાજી હાઈવે પર ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી. મોડાસાના લીંભોઈ, ગાજણ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો. બાયડ તાલુકામાં પણ સવારથી  ધોધમાર વરસાદની શરુઆત થઇ.

બનાસકાંઠા જિલ્લામાં  ભારે  વરસાદ

બનાસકાંઠામાં સવારથી મૂશળધાર વરસાદ પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા હતા. પાલનપુર, વડગામ, દાંતા, અંબાજીમાં ભારે  વરસાદ પડી રહ્યો છે. ધાનેરા, થરાદ, દિયોદરમાં ધોધમાર વરસાદના કારણે સવાર બહાર જતા લોકોને મુશ્કેલી પડી હતી. કાંકરેજ અને દાંતીવાડામાં ભારે વરસાદે ખેડૂતની ચિંતા વધારી છે. બાજરી, જુવાર સહિતના ઉનાળું પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

ગાંધીનગર જિલ્લામાં વરસાદ

આજે સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો. ગઇકાલે ભારે ગરમી અને બફારા બાદ ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી ગાંધીનગર સહિતના આજુબાજુના વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. પેથાપુર, રાંધેજા, વાવોલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ પડ્યો

મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ

આજે સવારથી પાટણ અને મહેસાણામાં પણ વરસાદ તૂટી પડ્યો હતો. બહુચરાજી, ખેરાલું, ઊંઝા, વિસનગરમાં વરસાદ પડ્યો. કડી, મહેસાણા શહેર અને વિજાપુર તાલુકામાં વરસાદ પડ્યો, મહેસાણામાં ભારે પવનના કારણે વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થયાના અહેવાલ છે. મહેસાણાના વાલમ અને ભાંડુમાં વરસાદ પડ્યો. તો   ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડતાં ખેડૂતોની ચિતા વધી છે. ભારે પવનના કારણે ખેરાલુમાં વીજળી પણ ગૂલ થઇ ગઇ હતી.

સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ

ભારે ગરમી અને બફારા બાદ સાબરકાંઠા જિલ્લામાં પણ સવારથી વાતાવરણમા અચાનક પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડ્યો અહીં સાબરકાંઠાન ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ તૂટી પડતાં ઉનાળું પાકના નુકસાનને લઇને ખેડૂતોની ચિંતા વધી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય
ગુજરાતમાં TET-1 પાસ ઉમેદવારોને મોટી રાહત, વિદ્યાસહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Embed widget