શોધખોળ કરો
બંગાળની ખાડીમાં વધુ એક લૉ પ્રેશર સક્રીય, રાજ્ય માટે આગામી 24 કલાક ભારે
બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાક રાજ્ય માટે ભારે છે.

ગાંધીનગર: બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સક્રિય થયું છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી 24 કલાક રાજ્ય માટે ભારે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
રાજયમાં બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
રાજ્યમાં સિઝનનો સરેરાશ 102.73 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 188.02 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 134.81 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 90.21 ટકા, ઉત્તર ગુજરાતમાં 87.44 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં 78.98 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે રાજ્યના 235 તાલુકામાં વરસાદ વરસ્યો છે. કચ્છના અબડાસા 8.8 ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં સાડા સાત ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. દ્વારકાના ભાણવડમાં પણ 7.4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
વધુ વાંચો
Advertisement





















