શોધખોળ કરો

રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં રેલ એલર્ટ જાહેર કરાયું

આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે તો ક્યાંક અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આજે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે જૂનાગઢ, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, દીવ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પોરબંદર, દ્વારકા, બનાસકાંઠા, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

બનાસકાંઠામાં વરસાદ

બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ધોધમાર વરસાદ પડ્યો છે. તો લાખણી અને કાંકરેજ તાલુકામાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા. જિલ્લાના ધાનેરા તાલુકામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. ત્યારે  વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો. તો કાંકરેજ તાલુકાના શિહોરી. ઉબરી, ખીમાણા, કંબોઈ સહિતના ગામોમાં વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ છવાયો છે. તો જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. હનુમાન ટેકરી, ધનિયાણા ચોકડી અને ખેમણા પાટિયા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે. સારા વરસાદને લઈ દાંતીવાડા ડેમમાં પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી ડેમની જળસપાટીમાં સાડા પાંચ ફૂટનો વધારો થયો છે. જો કે, દાંતીવાડા ડેમ હજુ 90 ટકા ખાલી છે.

સાબરકાંઠામાં ધોધમાર વરસાદ

સાબરકાંઠાના હિંમતનગર થયું પાણી-પાણી. મંગળવારે બપોરના 12 વાગ્યે મેઘરાજાએ હિંમતનગરમાં કરી ધમાકેદાર એંટ્રી થઈ હતી. શહેરના મોતીપુરા, મહાવીરનગર, ટાવર ચોક, સિવિલ સર્કલ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ઠેકઠેકાણે પાણી ભરાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતાં રાહદારી અને વાહનચાલકોને હાલાકી પડી હતી. તો શહેરની સાથે આસપાસના હડિયોલ, કાંકણોલ,  ભોલેશ્વર સહિતના ગામમાં પણ વરસાદ વરસ્યો હતો. સારા વરસાદને લઈ હિંમતનગર તાલુકાના ગામોમાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા. તો વડાલી તાલુકામાં પણ વરસ્યો ધોધમાર વરસાદ. વડાલીમાં 2 કલાકમાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે. મેઘમહેરને લઈ ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે તો અરવલ્લી જિલ્લામાં પણ યથાવત છે મેઘમહેર. માલપુર અને ભીલોડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. તો જિલ્લાના મુખ્યમથક મોડાસામાં પણ વરસાદ વરસ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
દૂધસાગર ડેરીનું ટર્નઓવર 9000 કરોડને પાર, 5 વર્ષમાં 20 હજાર કરોડનો સંકલ્પ; પશુપાલકોને કિલો ફેટે મળશે રેકોર્ડ ભાવ
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર
Weather Forecast: ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લાઓમાં મેઘમહેર

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget