Rain Live Update: પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ, શાળા જાહેર કરાઇ રજા, જાણો વધુ અપડેટ
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે.
LIVE

Background
Gujarat Rain live update: દ્રારકામાં બારેમેઘખાંગા, અનેક ગામ બેટમાં ફેરવાયા
હવામાન વિભાગની આગાહી વચ્ચે દ્વારકામાં મેઘતાંડવની સ્થિતિ છે. ધોધમાર વરસાદથી દ્વારકાનો ગ્રામ્ય વિસ્તાર પ્રભાવિત થયો છે. અનેક ગામ બેટમાં ફેરવાયા છે. અને રસ્તાઓ રસ્તા જળમગ્ન બન્યા છે. ચરકલા માર્ગ પરના ગામડાઓમાં વરસાદી પાણી ભરાયા છે. ચરકલા નજીક ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઑપરેશન કરવામાં આવ્યું હતું.
દ્રારકા જિલ્લામાં ભારે વરસાદ, નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસેના પૂલ પર ફરી વળ્યાં પાણી
દ્વારકા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને લઇને જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ પાસેના પૂલ પર પાણી ફરી વળ્યા છે તો રાજપરા-પોસિત્રા ગામ પાસે પણ વરસાદી પાણી ભરતા રસ્તા જળમગ્ન થઇ ગયા છે.
બે દિવસ સૌરાષ્ટ્રને ઘમરોળશે મેઘરાજા, સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગે પોરબંદર, દ્વારકા,ગીર સોમનાથ, જૂનાગઢ,સુરત,નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી, વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. નર્મદા, ભરૂચ,તાપી,ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.કચ્છ,જામનગર,રાજકોટ, અમરેલી,ભાવનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. મોરબી, સુરેન્દ્રનગર,બોટાદ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની આગાહીને લઇને હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.
Gujarat Rain Update: ભારે વરસાદને લીધે રાજ્યના 194 રસ્તાઓ બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ આફતરૂપ બની રહ્યો છે. વરસાદ અને પાણી ભરાવવાના કારણે સ્ટેટના સાત, પંચાયત હસ્તકના 168 રસ્તાઓ બંધ કરવામાં આવ્યાં છે. અન્ય 18 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે.સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના 83 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લાના 76 રસ્તાઓ બંધ રાજકોટ જિલ્લાના 8 રસ્તાઓ બંધ છે. ભારે વરસાદથી 43 ગામડાનો વીજ પુરવઠો ખોરવાયો છે.દેવભૂમિ દ્વારકાના 24 ગામનો વીજ પુરવઠો ખોરવાયો છે. પોરબંદર જિલ્લાના 9 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો છે. જૂનાગઢ જિલ્લામાં ચાર ગામમાં વીજળી ગુલ થઇ છે તો ઊર્જા વિભાગ તરફથી રિપેરિંગની કામગીરી થઇ રહી છે.
Gujarat Rain Update: જામનગરના દરેડ નજીક ખોડીયાર મંદિર પાણીમાં ગરકાવ
સૌરાષ્ટ્રને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં મેઘતાંડવની સ્થિતિ છે. ખાસ કરીને દેવભૂમિ દ્રારકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ચૂક્યાં છે.લાલપુર, જામજોધપુરમાં વરસેલા વરસાદથી પાણી પાણી થઇ ગયું છે, જામનગરના દરેડ નજીકના અડધું ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થઇ ગયું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
