શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં આવતીકાલે અતિભારે વરસાદની આગાહી, વહીવટીતંત્રએ NDRFની ટીમને કરી સતર્ક
ભારે વરસાદની આગાહીના કારણે રાજ્ય વહીવટી પ્રશાસને NDRFની ટીમને સતર્ક કરી છે. રાજ્યમાં કચ્છ, રાજકોટ,પાટણ, નવસારી અને અરવલ્લીમાં NDRFની ટીમો તૈનાત રહેશે.
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના કારણે રાજ્ય વહીવટી પ્રશાસને NDRFની ટીમને સતર્ક કરી છે. રાજ્યમાં કચ્છ, રાજકોટ,પાટણ, નવસારી અને અરવલ્લીમાં NDRFની ટીમો તૈનાત રહેશે.
દરિયામાં લો પ્રેશર બનવાથી સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં રાજયમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 28 અને 29 જુલાઈએ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.
મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતા છે. વલસાડ,સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31મી જુલાઈએ ઉત્તર-પશ્ચિમ બંગાળના દરિયા કિનારે લો પ્રેશર સિસ્ટમ ઉત્પન્ન થતા સારો વરસાદ થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement