શોધખોળ કરો
Advertisement
ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય, આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
3 જુલાઈના રોજ અરવલ્લી, મહિસાગર, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે તો 4 જુલાઈના રોજ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે.
અમદાવાદઃ હવામાન વિભાગે આગામી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, તાપી, ડાંગમા ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.
3 જુલાઈના રોજ અરવલ્લી, મહિસાગર, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી છે તો 4 જુલાઈના રોજ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે અને રાજ્યના કેટલાક વિસ્તારમા સામન્યથી મધ્યમ વરસાદ થશે.
ગુજરાત ઉપર ત્રણ સિસ્ટમ સક્રિય છે. બે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમા આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારમાં પડશે. ગુજરાતમા અત્યાર સુધીનો સરેરાશ 15.13 ટકા વરસાદ નોંધાયો છે, અને સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમા નોંધાયો છે.
તો કચ્છમા સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. જો કે કચ્છમા અત્યાર સુધીનો 6.27 ટકા વરસાદ થયો છે. કચ્છના અબડાસા અત્યાર સુધીનો માત્ર 1.11 ટકા વરસાદ નોંધાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion