(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : હાલ ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે. ત્યારે પોસ્ટમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ક્યાં જિલ્લામાં હજુ પણ વરસાદની શકયતા છે. જાણીએ...
Gujarat Rain forecast :ચોમાસુ ગુજરાતના અનેક વિસ્તારમાંથી હાલ વિદાય લઇ રહ્યું છે. જો કે પોસ્ટ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે. જેના ભાગરૂપે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે, હવામાન વિભાગના હાલના મોડલ મુજબ 7થી 8 ઓક્ટોબરની આસપાસ ગુજરાતમાં ફરી વરસાદ વરસી શકે છે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાત કચ્છ મધ્ય ગુજરાતમાં વરસાદની શકયતા ઓછી પરંતુ 7થી 8 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે. લક્ષદિપમાં એક સિસ્ટમ બની રહી છે પરંતુ મજૂબત બને તેવી શક્યતા નથી. આ સિસ્ટમ આગળ વધશે તો ફરી ગુજરાતમાં વરસાદથી શકયતા પ્રબળ બની શકે છે. જો આ સિસ્ટમ મજબૂત બનશે તો મુંબઇ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે આ સાથે સૌરાષ્ટ્રના કેટલાક વરસાદ વરસી શકે છે.
વરસાદની શક્યતાની વાત કરીએ તો વલસાડ, નવસારી, તાપી, ભરૂચ ડાંગ,ગીર સોમનાથમાં આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટછવાયો મધ્યમ વરસાદનું અનુમાન છે.અમદાબાદમાં આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. અમદાવાદમાં દિવસભર તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેશે અને પવનની ઝડપ 8 કિલોમીટરની રહેશે. સૂર્યોદય સવારે 06:32 વાગ્યે થશે, સૂર્યાસ્ત સાંજે 06:22 વાગ્યે થશે. આગામી સાત દિવસની હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં શનિવારે તાપમાન 32 ડિગ્રી, રવિવારે 33 ડિગ્રી, સોમવારે 35 ડિગ્રી, મંગળવારે 35 ડિગ્રી, બુધવારે 35 ડિગ્રી અને બુધવારે 35 ડિગ્રી સેલ્સિયસ રહેશે. હવામાં હળવો ભેજ રહેશે અને પવનની ગતિ ધીમી રહી શકે છે. હાલ અમદાવાદ શહેરમાં વરસાદની કોઇ શક્યતા નથી.
નેપાળમાં સતત વરસી રહેલા વરસાદથી બિહારના પૂર્વ ચંપારણમાં ગંડક નદીએ તબાહી મચાવી છે. પૂરના પાણીથી ઘેરાયા કેટલાક ગામ.. પૂરના પાણી સામે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. ખાણીપીણીની ચીજવસ્તુઓની સપ્લાય પણ અટકી ગઇ છે.પૂરના પાણીથી પૂર્વ ચંપારણ કેટલાક ઘર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. 30 કરોડ ખર્ચા બાદ પણ પ્રશાસન પૂરનો પ્રકોપ ન રોકી શક્યું. પૂરથી પીડિત લોકોએ સરકાર પાસે મદદની ગુહાર લગાવી છે.બિહારના ભાગલપુરમાં ધીમેધીમે નદીઓનું જળસ્તર ઘટવા લાગ્યું છે.. નદીઓના જળસ્તર તબાહીના દ્રશ્યો સામે આવ્યાં છે. .. પીરપૈંતીમાં પાણીના તેજ પ્રવાહમાં 15 દિવસમાં ત્રીજો પુલ તણાયો છે.