શોધખોળ કરો

ગુજરાતમાં આગામી 3 કલાક માટે ભારે વરસાદની ચેતવણી: ગાજવીજ સાથે 22 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

Gujarat  Rain Forecast : ગુજરાતમાં મેઘમહેરની સ્થિતિ યથાવત છે હવામાન વિભાગે આગામી 3 કલાક માટે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ગુજરાતમાં ચોમાસું સક્રિય, 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર.
  • ભાવનગર, સુરત સહિત 5 જિલ્લામાં આજે રેડ એલર્ટ જાહેર.
  • વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ, સાવચેતી રાખવા અપીલ.

Gujarat  Rain Forecast : ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યના 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદ, ગાજવીજ અને તેજ પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને પ્રશાસનને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના નાઉકાસ્ટ મુજબ આગામી ત્રણ કલાક દરમિયાન વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, અરવલ્લી, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી તેમજ સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ તમામ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આ વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે  પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે  છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની તેમજ નદી-નાળાઓમાં પાણીની આવક વધવાની શક્યતા છે.

આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લામાં આભ ફાટ્યું: માંગરોળમાં 24 કલાકમાં 22.24 ઈંચ વરસાદ, 19 લોકોનું રેસ્ક્યૂ, 22 ગામો સંપર્કવિહોણા

બીજી તરફ દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે ઝાપટાં પડી શકે છે.

રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ, તળાવો અને ડેમોમાં પાણીની આવક વધી રહી છે. કેટલાક વિસ્તારોમાં પહેલાથી જ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગે લોકોને અનાવશ્યક મુસાફરી ટાળવા, નદી-નાળા અને કોઝ-વે નજીક ન જવા તેમજ વીજળી પડવાની શક્યતા દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન રહેવાની અપીલ કરી છે. સ્થાનિક તંત્રને પણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા એલર્ટ મોડ પર રાખવામાં આવ્યું છે.

ગુજરાતમાં 5 જિલ્લામાં વરસાદનું આજે રેડ એલર્ટ 

ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદી માહોલ વધુ તીવ્ર બનવાનો છે. હવામાન વિભાગે રાજ્યમાં સક્રિય બનેલા ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી 48 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના અનેક જિલ્લાઓ માટે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભાવનગર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત દમણ અને દાદરા-નગર હવેલી સંઘ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સંઘ પ્રદેશ દીવ પણ ઓરેન્જ એલર્ટ હેઠળ છે.

આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, આણંદ, વડોદરા, પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે.

રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ સામાન્યથી ભારે વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Frequently Asked Questions

ગુજરાતમાં હાલ વરસાદ માટે કયા એલર્ટ જાહેર કરાયા છે?

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે 22 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 11 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ છે.

આજે/આગામી બે દિવસ કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે?

ભાવનગર, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાને કારણે રેડ એલર્ટ છે. દમણ અને દાદરા-નગર હવેલી સંઘ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ છે.

ભારે વરસાદ દરમિયાન લોકોએ કઈ સાવચેતી રાખવી જોઈએ?

અનાવશ્યક મુસાફરી ટાળવી, નદી-નાળા અને કોઝ-વે નજીક ન જવું. વીજળી પડવાની શક્યતા હોય તો ખુલ્લા મેદાનોમાં ન રહેવાની અપીલ કરાઈ છે.

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી શા માટે કરવામાં આવી છે?

રાજ્યમાં સક્રિય બનેલા ટ્રફ, શિયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, સીઝનલ ટ્રફ અને લો પ્રેશર સિસ્ટમના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget