Gujarat Rain: વરસાદી સિસ્ટમ સક્રીય, 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી
ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે. છેલ્લા ચાર દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે.હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી હતી.

ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડી છે. છેલ્લા ચાર દિવસથી વરસાદનું જોર ઘટી ગયું છે.હવામાન વિભાગે પણ રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી હતી. છેલ્લા 24 કલાકમાં કેટલાક તાલુકાઓમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
14થી 16 સપ્ટેમ્બર સુધી વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના તમામ જિલ્લામાં આગામી ચાર દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બે દિવસથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઇ શકે છે. જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તૂટી પડે તેવી શક્યતા છે. વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તાર પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડમાં ભારે વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઇ શક્યતા નથી. 14 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે. જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આગામી બે દિવસ બાદ કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી લઈને હળવો વરસાદ વરસી શકે છે.
14 સપ્ટેમ્બર રવિવારે આ જિલ્લામાં વરસશે વરસાદ
હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. 14 સપ્ટેમ્બર રવિવારે સુરત, નવસારી, ડાંગ, વલસાડ, તાપી, દમણ, દાદારા નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સિવાય રાજ્યના અન્ય જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે.
રાજ્યમાં સરેરાશ 92.64 ટકા વરસાદ
આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ પર છે અને નાગરિકોને પણ સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. રાજ્યમાં સરેરાશ 92.64 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉત્તર ગુજરાતમાં 96.94 ટકા વરસાદ, દક્ષિણ ગુજરાતમાં 96.91 ટકા, પૂર્વ-મધ્યમાં 93.79 ટકા, કચ્છમાં 85.14 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 84.74 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.





















