શોધખોળ કરો
આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગાંધીનગર: આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દીવ-દમણ અને દાદરાનગર હવેલીમાં આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહી છે. દીવમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે દીવમાં ધોધમાર વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
આવતીકાલે નર્મદા, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. જ્યારે સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે મંગળવારે વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ભરૂચ, સુરત, નવસારી તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ અને મોરબીમાં અતિભારે વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. જ્યારે બુધવારના ભરૂચ, સુરત,દ્વારકા, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દાદરા નગર હવેલી, દમણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
6 જુલાઈના સોમવારે નર્મદા, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
7 જુલાઈના મંગળવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, દ્વારકા, સુરત, ભરૂચ, નવસારી, જૂનાગઢ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
8 જુલાઈના બુધવારે ભરૂચ,સુરત,દ્વારકા અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement