શોધખોળ કરો

વાવાઝોડા પહેલા ભારે વરસાદ, છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લાને ધમરોળ્યા, સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથના સુત્રાપાડામાં પડ્યો

બિપરજોય વાવાઝોડું દરિયા કિનારે ટકરાય એ પહેલા જ આફતના સંકેત આપવા લાગ્યુ છે. નામ જેવું જ તોફાની એવા આ વાવાઝોડાએ નુકસાનીના સંકેત પણ આપી દીધા છે.

Biparjoy Cyclone: અરબી સમુદ્રમાં વાવાઝોડુ 'બિપરજોય' તેના બાંગ્લા ભાષામાં અર્થ મૂજબ સૌરાષ્ટ્ર માટે વિપત્તી સાબિત થયું છે. દરિયામાં 900 કિલો મીટરનું અંતર કાપીને હવે 190 કિલોમીટરની અતિશય જોખમી ઝડપ સાથે કલાકના 4 કિમીની ગતિએ પોરબંદરથી 290, દ્વારકાથી 300, જખૌ પોર્ટથી 360 અને નલિયાથી 370 કિલોમીટર દૂરના અંતરે છે.

બિપરજોય વાવાઝોડું દરિયા કિનારે ટકરાય એ પહેલા જ આફતના સંકેત આપવા લાગ્યુ છે. નામ જેવું જ તોફાની એવા આ વાવાઝોડાએ નુકસાનીના સંકેત પણ આપી દીધા છે. વાવાઝોડું જેમ કચ્છ નજીક પહોંચી રહ્યુ છે તેમ તેમ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યુ છે. રઘવાયા બનેલા દરિયાની સાથે સાથે વાયુદેવ પણ કોપાયમાન થયા છે. ગઈકાલે દિવસભર કચ્છથી લઈને સૌરાષ્ટ્ર અને દીવ-દમણના દરિયામાં 30 ફૂટ સુધીના ઉંચા મોજા ઉછળ્યા. તો ભારે પવનના કારણે દરિયા કિનારો જ નહીં પરંતુ કાંઠાના જિલ્લાઓમાં પણ વૃક્ષો ધરાશાયી થવાના અહેવાલો આવતા રહ્યા. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં એકથી ચાર ઈંચ સુધીનો વરસાદ પડ્યો. તો માળીયા હાટીનામાં આઠ ઈંચ વરસાદ ખાબક્યો છે. દરિયાદેવ, વાયુદેવ અને ઈન્દ્રદેવના પ્રકોપથી અનેક ઠેકાણે નુકસાની થયાના પણ અહેવાલો આવતા રહ્યા. જો કે દરિયામાં વાવાઝોડાની ગતિમાં ઘટાડો જરુર થયો છે. પરંતુ વહેલી સવારથી જ ફરી એકવાર દરિયામાં ઊંચા મોજા ઉછળવાનું શરુ થયું છે અને જેમ જેમ વાવાઝોડું નજીક આવી રહ્યુ છે તેમ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળ્યો છે.

વાવાઝોડાની તિવ્ર અસરના કારણે સોમવારે સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના ડેટા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 12 જિલ્લામાં વરસાદ પડ્યો છે. રાજ્યના 12 જિલ્લાના 62 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં સૌથી વધારે ગીર સોમનાથના સુત્રાપાડ વરસાદ ખાબક્યો છે. સુત્રાપાડમાં 24 કલાકમાં 8.5 ઈચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથના વેરાવળમાં 8.5 ઈચ જેટલો વરસાદ પડ્યો છે. જૂનાગઢના મેંદરડામાં 7.5 ઈચ વરસાદ પડ્યો છે. જૂનાગઢ માળીયા હાટીનામાં 7 ઈચથી વધુ વરસાદ પડ્યો છે. જૂનાગઢના કેશોદમાં 6.5 ઈચથી વધુ વરસાદ પડ્યો છે.

વાવાઝોડા પહેલા ક્યાં-ક્યાં પડ્યો વરસાદ

સુત્રાપાડામાં 9 ઈંચ વરસાદ

વેરાવળમાં 9 ઈંચ વરસાદ

મેંદરડામાં 8 ઈંચ વરસાદ

માળીયા હાટીમાં 8 ઈંચ વરસાદ

કેશોદમાં 7 ઈંચ વરસાદ

માંગરોળમાં 6 ઈંચ વરસાદ

તાલાલામાં 6 ઈંચ વરસાદ

વંથલીમાં પાંચ ઈંચ

માણાવદરમાં પાંચ ઈંચ વરસાદ

જૂનાગઢમાં ચાર ઈંચ વરસાદ

ઉપલેટામાં ત્રણ ઈંચ વરસાદ

વિસાવદરમાં ત્રણ ઈંચ વરસાદ

ભાણવડમાં ત્રણ ઈંચ વરસાદ

કુતિયાણામાં અઢી ઈંચ વરસાદ

કોડીનારમાં અઢી ઈંચ વરસાદ

પોરબંદરમાં સવા બે ઈંચ વરસાદ

જામજોધપુરમાં સવા બે ઈંચ વરસાદ

ઉનામાં સવા બે ઈંચ વરસાદ

રાણાવાવમાં સવા બે ઈંચ વરસાદ

ધોરાજીમાં બે ઈંચ વરસાદ

જામનગરમાં દોઢ ઈંચ વરસાદ

બગસરામાં દોઢ ઈંચ વરસાદ

કલ્યાણપુરમાં દોઢ ઈંચ વરસાદ

ખંભાળીયા, કાલાવડમાં એક એક ઈંચ

જામખંભાળીયામાં એક ઈંક

ખાંભા, જેતપુરમાં એક એક ઈંચ

અમરેલીમાં એક ઈંચ વરસાદ

ભેસાણમાં એક ઈંચ વરસાદ

લાલપુરમાં એક ઈંચ વરસાદ

વડીયામાં એક ઈંચ વરસાદ

બાબરામાં એક ઈંચ વરસાદ

સાવરકુંડલામાં પોણો ઈંચ વરસાદ

ગીર ગઢડામાં પોણો ઈંચ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat News : વડોદરામાં મારામારીની સાથે  નવસારી, સુરતમાં પણ મારામારીની ઘટના બનીGujarat Sthanik Swaraj Election : ચૂંટણીની જાહેરાત બાદ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યાHun To Bolish : હું તો બોલીશ : મોતની ગટરHun To Bolish : હું તો બોલીશ : ચૂંટણીમાં કોણ થશે પાસ, કોણ થશે નાપાસ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર,  જાણો મતદાન અને પરિણામની તારીખ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, જાણો મતદાન અને પરિણામની તારીખ
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
Elections: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાંથી ધાનેરા બાકાત, નહીં યોજાય નગરપાલિકાની ચૂંટણી, જાણો મામલો
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
સૈફ અલી ખાનની સુરક્ષાની જવાબદારી બોલીવૂડના આ જાણીતા સ્ટારની એજન્સીને સોંપાઈ 
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
ટ્રંપના શપથ લેતાં જ 18 હજાર ભારતીયો માટે ખતરાની ઘંટી, અમેરિકાથી પાછા મોકલી શકાશે  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
મહાકુંભની 'વાયરલ ગર્લ' નું મેકઓવર, નવા લૂકમાં મોનાલિસાને ઓળખી પણ નહીં શકો  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
નેતન્યાહૂને મોટો ઝટકો, ઈઝરાયલી સેનાના ચીફ ઓફ સ્ટાફે અચાનક આપ્યું રાજીનામું, જણાવ્યું આ કારણ  
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
વૈજ્ઞાનિકોએ કર્યો અજીબોગરીબ ખુલાસો, હાથમાં એક નસ વધી રહી છે 
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
આ ખેલાડીએ T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો આ કરિશ્મા  
Embed widget