શોધખોળ કરો

Heavy rain in Bharuch: ભરૂચમાં મેઘરાજાની સટાસટી: બે કલાકમાં 5 ઈંચ વરસાદ પડતા શહેરમાં જળબંબાકાર

Bharuch heavy rainfall: ભરૂચમાં આજે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં તે મુશળધાર વરસાદમાં પરિણમ્યો હતો.

ભરૂચ: આજે બપોર બાદ ભરૂચ શહેરમાં અચાનક મેઘરાજા મહેરબાન થયા હતા. માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

  • મુશળધાર વરસાદ: માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો.
  • જળબંબાકાર: અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં પાણી ભરાયા.
  • વાહનો તણાયા: પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા.
  • માર્ગો બંધ: સેવાશ્રમ રોડ સહિતના મહત્વના માર્ગો બંધ કરવા પડ્યા.
  • બાંધકામો ધોવાયા: તાજેતરમાં બનાવેલા બાંધકામો પણ ધોવાઈ ગયા.
  • રેડ એલર્ટ: હવામાન વિભાગે આવતીકાલ માટે રેડ એલર્ટ જાહેર કર્યું.
  • જનજીવન અસ્તવ્યસ્ત: વરસાદના કારણે જનજીવન મોટાપાયે પ્રભાવિત થયું.

ભરૂચમાં આજે બપોર બાદ અચાનક વરસાદ શરૂ થયો હતો અને થોડી જ વારમાં તે મુશળધાર વરસાદમાં પરિણમ્યો હતો. માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. જુના ભરૂચના ફાટા તળાવ અને ફુરજા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ નજરે પડ્યો હતો. પાણીના પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા અને લોકોને જીવના જોખમે રસ્તો પાર કરવો પડ્યો હતો.

શહેરના મહત્વના સેવાશ્રમ રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા સલામતીના ભાગરૂપે માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ તરફ ભરૂચના ઢાલથી મહંમદ પુરાને જોડતા બિસ્માર માર્ગ પર તાજેતરમાં જ તંત્ર દ્વારા બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પણ વરસાદી માહોલમાં ધોવાઈ ગઈ હતી.

હવામાન વિભાગે આવતીકાલ માટે ભરૂચ અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને ભરૂચ કલેકટર તુષાર સુમેરાએ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે.

હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ દરમિયાન ખૂબ જ ભારે, અતિ ભારે, મધ્યમ, અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલમાં ચાર મહત્વપૂર્ણ વરસાદી સિસ્ટમ્સ સક્રિય છે, જેમાં એક ડિપ્રેશન, ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, અને શિયાર ઝોનનો સમાવેશ થાય છે.

  • આજે: છોટાઉદેપુર, નર્મદા, અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
  • આજે: બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, બોટાદ, અને ભાવનગરમાં ભારે અને અતિ-heavy વરસાદની આગાહી છે.
  • સપ્ટેમ્બર: ભરૂચ અને સુરત માટે રેડ એલર્ટ, જ્યારે અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ.
  • સપ્ટેમ્બર: ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.
  • સપ્ટેમ્બર: કચ્છ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.
  • સપ્ટેમ્બર: મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, અને ડાંગમાં યલો એલર્ટ.
  • સપ્ટેમ્બર: કચ્છ, પાટણ, બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ.
  • સપ્ટેમ્બર: નવસારી, વલસાડ, દમણ, અને દાદરા નગર હવેલીમાં યલો એલર્ટ, વરસાદની તીવ્રતા ઘટશે.
  • સપ્ટેમ્બર: નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અને વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા રાજ્યના આ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડશેઃ પરેશ ગોસ્વામીની આગાહી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત  વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Delhi CM:  કોણ હશે દિલ્હીના આગામી મુખ્યમંત્રી, CM કેજરીવાલે બતાવ્યો આગળનો પ્લાન 
Delhi CM:  કોણ હશે દિલ્હીના આગામી મુખ્યમંત્રી, CM કેજરીવાલે બતાવ્યો આગળનો પ્લાન 
Surendranagar:  ખનીજ ચોરી અંગે ફરિયાદ કરનાર પરિવારના ઘર પર મોડી રાત્રે ધડાધડ ફાયરીંગ,પોલીસના ધાડેધાડા ઉતર્યા
Surendranagar: ખનીજ ચોરી અંગે ફરિયાદ કરનાર પરિવારના ઘર પર મોડી રાત્રે ધડાધડ ફાયરીંગ,પોલીસના ધાડેધાડા ઉતર્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Mehsana Stray Cattle News |  રખડતા ઢોરના ત્રાસને લઈને વાહનચાલકોને ભારે પરેશાની, જુઓ વીડિયોPM Modi Gujarat Visit  | આજથી ત્રણ દિવસ PM મોદી ગુજરાતમાં... જુઓ આજનું શું છે ખાસ શિડ્યુઅલ?Kheda Crime | મહુધામાં પોલીસ સ્ટેશનની બહાર જ થયો પથ્થમારો, 2500થી વધુના ટોળાએ કર્યો હુમલોGondal Bank Election | ગોંડલ નાગરિક બેંકના સુકાની કોણ?, વોટિંગ શરૂ | Abp Asmita | 15-9-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ
ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત  વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
ત્રીજીવાર PM બન્યા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Delhi CM:  કોણ હશે દિલ્હીના આગામી મુખ્યમંત્રી, CM કેજરીવાલે બતાવ્યો આગળનો પ્લાન 
Delhi CM:  કોણ હશે દિલ્હીના આગામી મુખ્યમંત્રી, CM કેજરીવાલે બતાવ્યો આગળનો પ્લાન 
Surendranagar:  ખનીજ ચોરી અંગે ફરિયાદ કરનાર પરિવારના ઘર પર મોડી રાત્રે ધડાધડ ફાયરીંગ,પોલીસના ધાડેધાડા ઉતર્યા
Surendranagar: ખનીજ ચોરી અંગે ફરિયાદ કરનાર પરિવારના ઘર પર મોડી રાત્રે ધડાધડ ફાયરીંગ,પોલીસના ધાડેધાડા ઉતર્યા
Gondal: 500 કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી,જેલમાંથી ઈલેક્શન લડશે ગણેશ જાડેજા
Gondal: 500 કરોડનો વહીવટ ધરાવતી ગોંડલ નાગરિક સહકારી બેંકની આજે ચૂંટણી,જેલમાંથી ઈલેક્શન લડશે ગણેશ જાડેજા
Vande Bharat Train: આ ત્રણ રાજ્યોમાં  દોડશે નવી 6 વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને ટાઇમિંગ
Vande Bharat Train: આ ત્રણ રાજ્યોમાં દોડશે નવી 6 વંદે ભારત ટ્રેન, જાણો રૂટ અને ટાઇમિંગ
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ આ 11 જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી 5 દિવસ આ 11 જિલ્લામાં રહેશે મેઘમહેર, હવામાન વિભાગે કરી આગાહી
CBIની મોટી કાર્યવાહી, જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસમાં RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ
CBIની મોટી કાર્યવાહી, જુનિયર ડૉક્ટર સાથે બળાત્કાર-હત્યા કેસમાં RG કરના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ધરપકડ
Embed widget