શોધખોળ કરો

Gujarat Rain Forecast: ઉત્તર ગુજરાત સહિત આ વિસ્તારમાં 27થી 30 સુધી ભારે વરસાદની આગાહી

Gujarat Rain Forecast:દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. ઉપરાંત આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

Gujarat Rain Forecast:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ મજબૂત બની ગઇ છે અને તે  ડિપ્રેશનમાં ફેરવાઇ ગઇ છે. જેના કારણે રાજયમાં વરસાદનું  જોર પ્રમાણમાં  વધશે. આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લા સુરત, નવસારી, વલસાડ, સુરત, તાપી, આ સિવાય ભરૂચ, ડાંગ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ,ગોધરા, દાહોદ, વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાઠામાં  પણ આજથી વરસાદનું જોર વધશે.  આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું જોર વધશે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, બોટાદ, સરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આજથી વરસાદ શરૂ થઇ જશે.

હવામાન વિભાગની આગાહી મુજબ 27 થી 29 જુલાઇ સુધી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. 28 જુલાઇથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. નોંધનિય છે કે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતમાં આ વરસાદનો રાઉન્ડ 30 જુલાઇ સુધી ચાલી શકે છે. વરસાદના પ્રમાણની વાત કરીએ તો આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર કરતા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વધુ વરસાગ વરસશે.  

અંબાલાલ પટેલનું વરસાદનું એલર્ટ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ આગામી દિવસોમાં રાજ્ય માટે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલના આંકલન અનુસાર ઉત્તર ગુજરાત,  મધ્ય ગુજરાત,. દક્ષિણ ગુજરાત,  સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે.

બંગાળની સિસ્ટમ પૂર્વ મધ્ય પ્રદેશ તરફ આવી રહી છે, મધ્ય પ્રદેશથી સિસ્ટમ મધ્ય ગુજરાત તરફ આવશે,સિસ્ટમ મજબૂત થતા મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ તૂટી પડશે. અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.  સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે.દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ  ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે.

રાજ્યમાં ચાર દિવસ મેઘરાજા ધુંવાધાર   બેટિંગ કરશે. 29 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.  ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં વરસાદ લાવતી હાલ  ચાર સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે આગામી 4 દિવસ ગુજરાતને મેઘરાજા ઘમરોળશે. આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, વલસાડ,સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં ભારે વરસાદની શક્યતાને જોતા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આજે   સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં પણ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યુ છે. આ તમામ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાને જોતા  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દાહોદ, પંચમહાલ, વડોદરામાં  પણ ભારે વરસાદના અનુમાન સાથે અહી  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત વડોદરા, ભરૂચ, સુરતમાં પણ આજે મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે, ભારે વરસાદની શક્યતાને જોતા અહીં પણ  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આજે અમદાવાદ સહિત 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Embed widget