શોધખોળ કરો

Gujarat Weather: રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Gujarat Weather: હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓ માટે આગામી ત્રણ દિવસ ભારે વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું.
  • ઉત્તર-મધ્ય ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદ, તેજ પવન.
  • ખેડા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી.
  • નાગરિકોને સતર્ક રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવાની અપીલ.

Gujarat Weather: ગુજરાતમાં ચોમાસાએ જોર પકડતા હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે અનેક જિલ્લાઓમાં વરસાદ અને તેજ પવનની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઓરેન્જ એલર્ટ હેઠળના જિલ્લાઓમાં પ્રશાસને નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે.  ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ દરમિયાન તીવ્ર વરસાદ સાથે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.             

હવામાન વિભાગના અનુમાન મુજબ બનાસકાંઠા જિલ્લામાં આજે તીવ્ર વરસાદ સાથે તેજ પવન ફૂંકાશે. આવતીકાલે પણ સમાન સ્થિતિ રહેવાની સંભાવના છે, જ્યારે ગુરુવારે જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. જિલ્લામાં પવનની ગતિ પ્રતિ કલાક 50થી 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે.

પાટણ જિલ્લામાં પણ આગામી બે દિવસ તીવ્ર વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મહેસાણા જિલ્લામાં પણ આજ અને આવતીકાલે ભારે વરસાદ સાથે પવનની ગતિ તેજ રહેવાની શક્યતા છે.

સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં પણ હવામાન વિભાગે સમાન પ્રકારની આગાહી વ્યક્ત કરી છે. બંને જિલ્લાઓમાં આજે અને આવતીકાલે તીવ્ર વરસાદ સાથે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ગુરુવારે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે.

અરવલ્લી જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. આજે અને આવતીકાલે ભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાશે, જ્યારે ગુરુવારે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.

ખેડા જિલ્લામાં આજે અને આવતીકાલે મધ્યમ વરસાદ સાથે તેજ પવનની આગાહી કરવામાં આવી છે. ગુરુવારે જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. અહીં પણ પવનની ગતિ 50થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.  હવામાન વિભાગે લોકોને ભારે વરસાદ, વીજળી અને તેજ પવન દરમિયાન સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે

Frequently Asked Questions

હવામાન વિભાગે ગુજરાતના કયા જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે?

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓ, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી માટે આગામી ત્રણ દિવસ વરસાદ અને તેજ પવનની આગાહી સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.

આગામી દિવસોમાં કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે?

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી બે દિવસ દરમિયાન 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

લોકોને વરસાદ અને તેજ પવન દરમિયાન શું સૂચના આપવામાં આવી છે?

લોકોને ભારે વરસાદ, વીજળી અને તેજ પવન દરમિયાન સાવચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

કયા જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ અને તેજ પવનની આગાહી છે?

બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ અને તેજ પવનની આગાહી કરવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
Weather Forecast: રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ, 10 ઓગસ્ટ સુધી આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: આગામી 48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Advertisement

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યમાં આજે TAT-HSની મુખ્ય પરીક્ષા, 4 જિલ્લામાં લવાશે, 279 કેન્દ્રો પર 50 હજારથી વધુ ઉમેદવારો આપશે પરીક્ષા
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: 3 સિસ્ટમ સક્રિય થતા 2 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
27 કે 28 ઓગસ્ટ ક્યારે છે રક્ષાબંધન? રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત જાણી લો
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
પોસ્ટ ઓફિસમાં 12 મહિનાની FD પર કેટલું મળે છે વ્યાજ, વરિષ્ઠ નાગરિકોને કેટલું મળશે વળતર?
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Post Office ની આ ગજબ સ્કીમમાં 5 વર્ષમાં થશે 5 લાખની કમાણી, એ પણ વ્યાજથી, જાણો
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ
Embed widget