શોધખોળ કરો

Gujarat Rain Update: રાજ્યના આ જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી

Ambalal prediction: રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી વ્યક્ત કરી છે. ચાલો જાણીએ કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • અંબાલાલ પટેલ: 4 જુલાઈથી ગુજરાતમાં ચોમાસું જોર પકડશે.
  • હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી.
  • સુરત, નવસારી સહિત અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર.

Ambalal prediction: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 જુલાઇથી એટલે કે આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.  શકે છે. તેમની આગાહી અનુસાર આજે અને આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં પણ સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે વડોદરાના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે મહીસાગર, લુણાવાડા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધે તેવી શક્યતા હોવાથી નદી-નાળાઓ નજીક રહેતા લોકો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: Gujarat Weather Forecast: રાજ્યભરમાં મેઘમહેર, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી 
હવામાન વિભાગની આગાહી મુજબ આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર કેટલાક જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ. તાપી, દમણ દાદરા નગર હવેલી, સૌરાષ્ટ્રની વાત કરીએ તો પોરબંદર, જૂનાગઢ. અમરેલી, ભાવનગર, ગીર સોમાનાથમાં ભારે વરસાદ વરસી શકે છે. દેવભૂમિ દ્વારકાના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરામાં મધ્યમ વરસાદનું અનુમાન છે. દાહોદ. પંચમહાલ આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા,.અરવલ્લી, મહેસાણા, સાંબરકાંઠામાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. 

રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. આવો જાણીએ ક્યાં કેટલું એલર્ટ જાહેર થયું છે.
 હવામાન વિભાગે દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ જિલ્લામાં રેડ એલર્ટ 
સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  

આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ જાહેર 

ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને  ભારે પવન સાથે  વરસાદ વરસી શકે છે. 

આ જિલ્લામાં યલો એલર્ટ 
બીજી તરફ યલો એલર્ટ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને આણંદ જિલ્લામાં  મધ્યમથી ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Frequently Asked Questions

અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસું ક્યારથી જોર પકડશે?

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 જુલાઇથી એટલે કે આવતીકાલથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે.

હવામાન વિભાગ દ્વારા કયા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે?

સુરત, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ તેમજ દીવ, દમણ અને દાદરા-નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર થયું છે.

કયા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે અને ત્યાં કેવા વરસાદની શક્યતા છે?

ભરૂચ, તાપી, નર્મદા, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં ઓરેન્જ એલર્ટ છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.

વરસાદની તીવ્રતા વધવાની શક્યતાને કારણે લોકોને શું સાવચેતી રાખવાની સલાહ અપાઈ છે?

નદી-નાળાઓ નજીક રહેતા અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી. સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની પણ અપીલ કરાઈ છે.

Advertisement

ટોપ સ્ટોરી

Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Crime News: અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, લૂંટ બાદ આરોપીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મોટી જવાબદારી, Gen Z સાથે સંવાદ સેતુ માટેની કમિટીમાં મળ્યું સ્થાન
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

Embed widget