Rain forecast:રાજ્યના આ 20 જિલ્લાને ઘમરોળશે માવઠું, હવામાન વિભાગે વરસાદનું આપ્યું એલર્ટ
Rain forecast:હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 20 જિલ્લામાં આજે વરસાદ વરસી શકે છે. 22 મે બાદ સમગ્ર ગુજરાતમાં વરસાદનું અનુમાન છે.

Rain forecast: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર હજુ માવઠાનું સંકટ યથાવત છે. આજે રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર,ભરૂચ,નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ,દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાનું અનુમાન છે. ઉલ્લેખનિય છે કે, દક્ષિણ ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 22થી 24 મે બાદ હળવાથી ભારે વરસી ઝાપટા શકે છે.
હવામાન વિભાગના આંકલન મુજબ આ વર્ષે ચોમાસુ વહેલું હોવાથી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ પડી રહ્યો છે. આ બધાની વચ્ચે અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સર્જાઇ છે. અને તેના કારણે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે. ખાસ કરીને ગુજરાતમાં 21 મે બાદ એટલે 22 મેથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધી શકે છે.
હાલની સ્થિતિને જોતા ગુજરાતમાં 25 મે સુધી વરસાદ ચાલુ જ રહે તેવી શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 22 મેથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ વધવાનું શરૂ થઈ જશે.22 મે બાદ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થવાની શક્યતા છે.
વાવાઝોડાને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 21 મેથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 21 મેથી હવામાનમાં પલટો આવશે.. એક પછી એક સિસ્ટમ સક્રિય થતા અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનશે. મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બનશે. જે સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થશે. સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થતા દરિયામાં ઊંચા મોજા ઉછળશે. સાથે જ ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પણ વરસશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ, ભારે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે.
રાજ્યમાં 6 જળાશયો હવે સંપૂર્ણ ખાલીખમ છે
રાજ્યના 54 જળાશયોમાં હવે 10 ટકાથી પણ ઓછું જળસ્તર છે. એટલું જ નહીં 6 જળાશયો હવે સંપૂર્ણ ખાલીખમ છે. ગત વર્ષે 17 મે સુધીમાં 43 ટકા જળસ્તર હતું જેની સરખામણીએ આ વર્ષે જળ સ્તરની સ્થિતિ આંશિક સારી છે. હાલ 70 ટકાથી વધુ જળસ્તર હોય તેમાં રાજકોટના આજી-2, ભાદર-2, ન્યારી-2, મોરબીના મચ્છુ-2, મહિસાગરના વણાકબોરી, સુરેંદ્રનગરના ધોળીધજા, કચ્છના કાલાઘોઘા, જૂનાગઢના ઓઝત, છોટા ઉદેપુરના સુખી ડેમનો સમાવેશ થયા છે.અને ઝોન પ્રમાણે કચ્છમાં સૌથી ઓછું 30.08 ટકા જળસ્તર છે. તો સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં હાલ 31.46 ટકા જળ સંગ્રહ છે. તો ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 31.53 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.10 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 48.43 ટક જળ સંગ્રહ છે. તો 90 ટકાથી વધુ ત્રણ ડેમોમાં જળસ્તર છે. તો મહેસાણાના ધરોઈ, ભાવનગરના શેત્રુંજી, તાપીના ઉકાઈમાં જળસ્તર 50 ટકાથી ઓછું છે





















