Rain Forecast:રાજ્યમાં માવઠાનું સંકટ યથાવત, 22 મેથી આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ
Rain Forecast:ગુજરાત પર હજુ માવઠાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 22 મેથી ફરી વરસાદનો રાઉન્ડ શરૂ થશે

Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 22 મેથી વરસાદનું આગમન થશે. ઉલ્લેખનિય છે કે, આ વર્ષે મે મહિનાની શરૂઆતથી વાતાવરણમાં પલટો આવતા અનેક વિસ્તારમાં માવઠાએ તારાજી સર્જી છે. હજુ પણ રાજ્ય પર માવઠાનું સંકટ તોળાઇ રહ્યું છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમના કારણે 22 મેથી ગુજરારાતમાં ફરી વાતાવરણમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગે નવસારી, વલસાડ, દમણમાં ભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. રાજકોટ, અમરેલી, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની આગાહી છે. મહિસાગર, પંચમહાલ, દાહોદ,વડોદરામાં પણ વરસાદનું અનુમાન છે. છોટાઉદેપુર, નર્મદામાં હળવા વરસાદનું અનુમાન વ્યકત કરવામાં આવ્યું છે. બંગાળ અને અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 22મેથી રાજ્યમાં વાવાઝોડાની પણ આશંકા સેવાઇ રહી છે. ઉલ્લેખનિય છે કે, હાલ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે તો સિસ્ટમ જો ગુજરાત તરફ આવશે તો વાવાઝોડાની શક્યતાને નક્કારી ન શકાય. જો વાવાઝોડું ગુજરાતમાં ન આવતા બીજી દિશામાં ફંટાઇ જાય તો પણ 22 મેથી ભારે વરસાદના અનુમાનને નકારી ન શકાય .
નોંધનિય છે કે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં આગાહીકારોએ ખેતી માટે અનુકુળ વરસાદી આ વર્ષે આગાહી કરી છે. આ સાથે રાજ્યમાં જૂન અને જુલાઈમાં બે મોટા વાવાઝોડાની પણ આગાહી કરી છે. આ વર્ષે ચોમાસાનું આગમન 14થી 16 જૂન વચ્ચે થવાનું અનુમાન આગાહીકારોએ વ્યક્ત કર્યું છે.
અન્ય રાજ્યના હવામાનની વાત કરીએ તો દિલ્લીમાં શનિવારે સાંજે આંધી અને વરસાદનો કહેર જોવા મળ્યો અહીં પહાડગંજ વિસ્તારમાં નિર્માણાધિન ઈમારતની દીવાલ પડતા ત્રણ વ્યક્તિના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ સારવાર માટે લઇ જવાયો હતો. ધટનાની જાણ થતાં NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.
દિલ્લીના ન્યૂ અશોકનગરમાં ભારે પવન સાથે વરસાદના વરસતા શેડના પતરા ઉડ્યા હતા રસ્તા પર શેડ પડતા થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે વાહનચાલકોનો બચાવ થતાં જાનહાનિ ટળી હતી. હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી..
દિલ્લીમાં આંધી-વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ પણ છે. લાલ કિલ્લાની સામે જ વૃક્ષ ધરાશાયી થઈને રિક્ષા પર પડ્તા રિક્ષાના કચ્ચણઘાણ નીકળી ગયો છે આ સાથે અહી પાર્ક કરેલા અનેક વાહનને નુકસાન પહોંચ્યું છે. તો બીજી તરફ ગ્રેટર નોઈડામાં અજનારા હોમ્સ સોસાયટીમાં મોટી દુર્ઘટના ટળી છે. ભારે પવન સાથે વરસાદથી બિલ્ડીંગમાં બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. .. કાટમાળ નીચે પડતા અનેક વાહનોને નુકસાન થયું છે.
મહારાષ્ટ્રના બુલધાણામાં પણ શનિવારે મોડી સાંજે આફતનો વરસાદ ખાબક્યો છે. કેટલાક વિસ્તારમાં રસ્તા પર પાણી.. વહેતા થયા છે. તો આજે ઉત્તર, દક્ષિણ અને મધ્ય મુંબઈના વિસ્તારોમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરાઇ છે.
..





















