શોધખોળ કરો

Gujarat Rain: રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી,જાણો

હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે.

ગાંધીનગર:  ગુજરાતમાં સીઝનનો 76 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશરની અસર ગુજરાતમાં જોવા મળી રહી છે. આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે.  7 ઓગસ્ટ એટલે કે, આજે અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદ પડશે. કાલે એટલે કે સોમવારે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, સુરત, ભરુચ વરસાદની આગાહી કરાઈ છે.  9 ઓગસ્ટે અમદાવાદ, રાજકોટ, સુરત, વલસાડ, જુનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, વડોદરા, ભરુચમાં વરસાદ પડશે. 

10 ઓગસ્ટે નવસારી, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, બોટાદ, અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ છે.  11 ઓગસ્ટે અમદાવાદ, વડોદરા, અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, સુરેંદ્રનગર, મોરબી, પાટણ, ગાંધીનગર, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ધોધમાર વરસાદ પડશે.  હવામાન વિભાગના મતે ભારે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે.  માછીમારોને 8 અને 9 ઓગસ્ટના દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ 

અમરેલી  જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં વરસાદ પડ્યો છે. રાજુલાના હિંડોરણા, ખાખબાઈ, છતડીયા અને ડુંગર વિસ્તારના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  રીંગણીયાળાથી ઘુઘરીયાલી રોડ પર ધાણો નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તો આ તરફ જાફરાબાદ તાલુકાના સરોવડા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 63 ટકા વરસાદ વરસ્યો છે. 

અમરેલી તાલુકામાં સિઝનનો 66.36 ટકા વરસાદ વરસ્યો છે. બાબરામાં સિઝનનો 65.62 ટકા, બગસરામાં સિઝનનો 64.47 ટકા, ધારીમાં સિઝનનો 64.50 ટકા, જાફરાબાદમાં સિઝનનો 36.10 ટકા, ખાંભામાં સિઝનનો 75 ટકા, લાઠીમાં સિઝનનો 58.35 ટકા, લીલીયામાં સિઝનનો 49.93 ટકા, રાજુલામાં સિઝનનો 48 ટકા વરસાદ વરસી ચુક્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, વડોદરામાં 9માં માળેથી 2 વર્ષનું બાળક પટકાતા મૃત્યુ
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
ગાંધીનગરમાં શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીની ફેક્ટરી ઝડપાઈ, 48 લાખનો 9300 કિલો જથ્થો જપ્ત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
ગુજરાત અને દીવમાં અકસ્માત અને ડૂબી જવાની 4 અલગ-અલગ ઘટનાઓમાં 9 લોકોના કરુણ મોત
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Embed widget