ગુજરાત સરકારના હજારો રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીના લાભ આપવા હાઈકોર્ટનો આદેશ, જાણો કોને ક્યા ફાયદા થશે ?
ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં સરકારી નોકરીમાં રોજમદાર તરીકે કામ કરતાં હજારો કર્મચારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટે બહુ મોટો ચુકાદો આપ્યો છે.
અમદાવાદઃ ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં સરકારી નોકરીમાં રોજમદાર તરીકે કામ કરતાં હજારો કર્મચારીઓ અંગે ગુજરાત હાઈકોર્ટે બહુ મોટો ચુકાદો આપ્યો છે. આ રોજમદાર કર્મચારીઓને રાહત આપતો એક મોટો ચુકાદો આપતાં ગુજરાત હાઇકોર્ટે વર્ષોથી હંગામી ધોરણે સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા ઘણા કર્મચારીઓને કાયમી નોકરીનો લાભ આપવા આદેશ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટે આ હજારો રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરીના લાભ આપવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે. સાથે સાથે લીવ એંકેશમેન્ટનો લાભ આપવા પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ કર્મચારીઓને એલ.ટી.સી. એચ.આર.એ. , ટી.એ. અને ડી.એ. નો લાભ પણ આપવાનો રહેશે.
ગુજરાત સરકારના પાણી પુરવઠા બોર્ડ અને અન્ય અલગ ડિપાર્ટમેન્ટમાં કામ કરતાં હજારો રોજમદાર કર્મચારીઓને ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાથી મોટો ફાયદો થશે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને કાયમી નોકરી અને અન્ય લાભોથી વંચિત રાખીને રાજ્ય સરકાર હજારો કર્મચારીઓ આ પહેલાં પણ ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, કોઈ પણ કામદાર પેન્શન તેમજ ગ્રેરયુઈટી સહિતનાં લાભો મેળવવા હક્કદાર ગણાય. ભાવનગરની સર ટી. હોસ્પિટલના નિર્મળાબેન નાનાલાલના કેસમાં હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો. નિર્મળાબેન 1980થી રોજમદાર તરીકે ફરજ બજાવતા હતા. જેમને સર ટી. હોસ્પિટલે કોઈપણ પ્રકારની લેખિત જાણ કર્યા સિવાય 1994માં નોકરીમાંથી બરતરફ કરેલા. જે દરમિયાન 2004માં કામદાર વય નિવૃત્તના કારણે નિવૃત્ત થયેલાં. ત્યાર બાદ નિર્મળાબેન વતી શ્રમિક સંધે, નિવૃત્તિના લાભો માટે ગુજરાત હાઈકોટર્માં સ્પેશિયલ સિવિલ એપ્લીકેશનથી દાદ માંગી હતી.
હાઈકોર્ટે કામદારની તરફેણમાં ઓર્ડર કરતાં જણાવેલ કે ગુજરાત સરકારનાં 17-10-1988ના ઠરાવ પ્રમાણે કોઈપણ રોજમદાર 10વર્ષ કામ કરે ત્યારે તે કામદાર કાયમી નોકરી કરતાં કર્મી.ને બરાબર તમામ લાભો મેળવવા હક્કદાર છે. નિર્મળાબેનને પણ ગુજરાત હાઈકોટર્ના ઓર્ડર પ્રમાણે પેન્શન તેમજ ગ્રેચ્યુઈટી ચુકવવાનું ઠરાવેલ છે.
કોઈપણ રોજમદાર 10 વર્ષ કામ કરે ત્યારે તે કામદાર કાયમી નોકરી કરતાં કર્મચારીની જેમજ તમામ મળવાપાત્ર લાભોના હક્કદાર ગણાય તેવો ઓર્ડર ગુજરાત હાઈકોર્ટે છેક 2014માં આપ્યો હતો.