શોધખોળ કરો

હીરાબાએ અનાથ બનેલા ક્યા મુસ્લિમ છોકરાને ઉછેરીને ભણાવ્યો? ઈદ પર તેની મનપસંદ વાનગી બનાવતાં.......

સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે.

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને શ્રધ્ધાંજલિ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં સંસ્મરણો તાજાં કર્યાં છે. આ સંસ્મરણોમાં હીરાબાની ઉદારતાનાં દર્શન થાય છે.

મોદીએ લખ્યું છે કે, મારી માતા અન્ય લોકોની ખુશીમાં રાજી થાય છે. અમારું ઘર નાનું લાગી શકે, પણ તેમનું હૃદય ઉદાર હતું. મારા પિતાના એક ગાઢ મિત્ર નજીકના ગામમાં રહેતા હતા. તેમનું અકાળે અવસાન થયા પછી મારા પિતા તેમના મિત્રના પુત્ર અબ્બાસને અમારા ઘરે લાવ્યા હતા. અબ્બાસ અમારી સાથે રહ્યા અને તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો.

મારી માતા જેટલો પ્રેમ પોતાનાં બાળકોને કરતાં એટલો જ પ્રેમ અબ્બાસને કરતાં અને તેની કાળજી રાખતાં. દર વર્ષે ઇદ પર તેઓ અબ્બાસની મનપસંદ વાનગીઓ બનાવતાં હતાં. તહેવારોમાં અમારું ઘર પડોશીનાં બાળકો માટે મનપસંદ સ્થળ હતું અને તેઓ મારી માતાના હાથે તૈયાર થયેલી વાનગીઓ માણવા પહોંચી જતાં હતાં.

નોંધનીય છે કે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતુશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. હીરાબાને છેલ્લાં બે દિવસથી અમદાવનાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. સદગત હીરાબાના અંતિમ સંસ્કાર ગાંધીનગરમાં જ કરવામાં આવશે. હીરાબા તેમના સૌથી નાના પુત્ર પંકજભાઈ મોદી સાથે રહેતાં હતા તેથી  તેમની અંતિમ યાત્રા પુત્ર પંકજ મોદીના રાયસણ સ્થિત નિવાસસ્થાનેથી નિકળશે. પંજકભાઈ મોદીના ઘરેથી સવાર 9 વાગ્યાની આસપાસ અંતિમયાત્રા નિકળશે,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 7.45 કલાકે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા પછી સીધા પંકજભાઈના નિવાસસ્થાને ગયા હતા. પંકજભાઈના નિવાસસ્થાનેથી નિકળીને અંતિમયાત્રા ગાંધીનગરમાં સેક્ટર-30ના સ્મશાન ખાતે પહોંચશે.

હીરાબાના નિધનની દુઃખદ ઘટનાની જાણકારી ખુદ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી.

પીએમ મોદીએ ટ્વિટ કરીને હીરાબાના નિધનની જાણકારી આપતાં લખ્યું કે, એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં છે. માતામા, મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.

100 વર્ષની વયે હીરા બાએ અમદાવાદમાં અંતિમ શ્વાસ લીધા. બુધવારે જ તેમની તબિયત બગડતાં તેમને અમદાવાદની યુએન મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. પીએ

પીએમ મોદી ઘણીવાર તેમની માતા સાથેના સંબંધો વિશે વાત કરતા હતા. વડાપ્રધાન મોદી બુધવારે બપોરે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા અને અહીંની હોસ્પિટલમાં તેમની માતાને મળ્યા હતા. તે એક કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં રહ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા જ વડાપ્રધાન તેમની માતા હીરાબેનને મળવા ગયા હતા. કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીના ભાઈ પ્રહલાદ મોદી કાર અકસ્માતમાં ઘાયલ થયાના એક દિવસ બાદ હીરાબેન મોદીના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર આવ્યા છે.

હીરાબેન ગાંધીનગર શહેર નજીકના રાયસણ ગામમાં વડાપ્રધાન મોદીના નાના ભાઈ પંકજ મોદી સાથે રહેતા હતા, જેને હીરા બા તરીકે પણ ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા ત્યારે તેઓ રાયસન જઈને માતાને મળતા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
ગુજરાતના BLO અને સુપરવાઇઝરો સરકારે જાહેર કર્યું ખાસ ભથ્થું, જાણો ખાતામાં કેટલ જમા થશે
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
અમરેલી જિલ્લાને મોટી ભેટ, ચિતલને મળ્યું વંદે ભારત એક્સપ્રેસનું સ્ટોપેજ, જાણો સમયપત્રક
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget