ગુજરાતમાં હજુ કેટલા દિવસ ઠંડી પડશે? હવામાન વિભાગે શું કરી આગાહી?
ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ ગુજરાતમાં શીતલહેર રહેશે. અમદાવાદ , ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે
ગાંધીનગરઃ ગુજરાતમાં હજી પણ કડકડતી ઠંડી પડશે. હવામાન વિભાગના મતે ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ ગુજરાતમાં શીતલહેરની અસર રહેશે. આગામી 2 દિવસ રાજ્યભરમાં સુસવાટાભર્યા પવન ફૂંકાશે. રાજ્યના 11 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીની નીચે રહ્યો હતો. ડીસા અને કેશોદમાં 8 ડિગ્રી નોંધાયું લઘુત્તમ તાપમાન નોંધાયુ હતું. જ્યારે રાજકોટ, સુરેંદ્રનગર અને ગાંધીનગરમાં 9 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદમાં પારો 9.7 ડગ્રી સુધી ગગડ્યો હતો.
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી બે દિવસ રાજ્યમાં ઠંડા પવન ફુંકાશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ ગુજરાતમાં શીતલહેર રહેશે. અમદાવાદ , ગાંધીનગર સહિત અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડશે. કચ્છના નલિયામાં 3.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ભુજમાં 9.8, અંજારમાં 8.6 અને કંડલાનું તાપમાન નોંધાયું 11.1 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. માઉન્ટ આબુમાં માઈનસ પાંચ ડિગ્રીમાં લોકો ઠુંઠવાયા હતા. સાત વર્ષમાં સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઇ હતી. સતત પાંચ દિવસથી માઈનસ 5 ડિગ્રી તાપમાન નોંધાઇ રહ્યું છે.
હવામાન વિભાગના મતે ઉત્તર ભારતમાં હિમવર્ષાને લઈ ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે. અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની નીચે રહેશે. આજે રાજ્યના 11 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કે તેનાથી નીચે રહ્યો હતો. કચ્છનું નલિયા આજે પણ રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર રહ્યું હતુ. નલિયામાં ચાર ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ડીસા અને ગાંધીનગરમાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. જ્યારે રાજકોટ, કેશોદ અને કંડલામાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 10 ડિગ્રી પર પહોંચ્યો છે. તો આ તરફ પ્રવાસન સ્થળ માઉંટ આબુમાં લઘુત્તમ તાપમાનનો પારો માઈનસમાં પહોંચી ગયો છે. અહીં આજે તાપમાનનો પારો માઈનસ 5 ડિગ્રીએ પહોંચી જતા જનજીવન પ્રભાવિત થયું છે.
PKL 2021- 'કબડ્ડી' શબ્દ ક્યાંથી આવ્યો, ભારતમાં કબડ્ડી બીજા કયા કયા નામે ઓળખાય છે, જાણ રસપ્રદ વિગત