ગુજરાતના આ શહેરમાં વેક્સિન નહીં લીધી હોય તો વેપાર કરવા નહીં મળે, જાણો પાલિકાએ શું નિર્ણય કર્યો
17 એપ્રિલથી પાલિકાની ટીમ વેપારીઓની દુકાને તપાસ કરશે. પાલિકા ટીમ સમક્ષ વેપારીઓએ વેક્સિન લીધાનો પુરાવો આપવો પડશે.
![ગુજરાતના આ શહેરમાં વેક્સિન નહીં લીધી હોય તો વેપાર કરવા નહીં મળે, જાણો પાલિકાએ શું નિર્ણય કર્યો If you have not taken the vaccine in this city of Gujarat, you will not be able to do business, find out what the municipality has decided ગુજરાતના આ શહેરમાં વેક્સિન નહીં લીધી હોય તો વેપાર કરવા નહીં મળે, જાણો પાલિકાએ શું નિર્ણય કર્યો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/04/13/0a4fb8d90d80971bcc18b884b71b754f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાટણમાં વકરતા કોરોના સંક્રમણ વચ્ચે પાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. પાટણ પાલિકાએ વેક્સિન નહીં તો વેપાર નહીંની નવી ફોર્મ્યુલા અપનાવી છે. જે અંતર્ગત પાલિકાએ 15 અને 16 એપ્રિલના 45 વર્ષથી વધુ વયના તમામ વેપારીઓને વેક્સિન લઈ લેવા સૂચના આપી છે. 17 એપ્રિલથી જે વેપારીએ વેક્સિન નહીં મૂકાવી હોય તેને વેપાર નહીં કરવા દેવાનો નિર્ણય લેવાયો છે.
17 એપ્રિલથી પાલિકાની ટીમ વેપારીઓની દુકાને તપાસ કરશે. પાલિકા ટીમ સમક્ષ વેપારીઓએ વેક્સિન લીધાનો પુરાવો આપવો પડશે. કરિયાણા, શાકભાજી, મેડિકલ સંચાલક, દૂધના ડેરી સંચાલક, પાન ગલ્લા ધારક, ટી- સ્ટોલ ધારકો , હોટલ, ધાબા રેસ્ટોરંટના સંચાલકો સહિતના વેપારીઓ સુપરસ્પ્રેડર સાબિત ન થાય તે માટે આ નિર્ણય કર્યો છે.
ગઈકાલે પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે. પાટણમાં હજુ સુધી 2 હજાર વેપારીઓએ વેક્સિન લીધી છે. જોકે પાલિકાએ વેક્સિન ફરજીયાત બનાવતા પ્રથમ દિવસે જ બે હજાર જેટલા વેપારીઓ વેક્સિન લેવા પહોંચ્યા હતાં.
નોંધનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 3023 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 25, રાજકોટ કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન-6, બનાસકાંઠા-2,ગાંધીનગર કોર્પોરેશન 2, રાજકોટ 2, સાબરકાંઠા 2, અમદાવાદ 1, આણંદ 1, ભરૂચ 1, ગાંધીનગર 1, જૂનાગઢ 1, સુરત 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 81 લોકોના મોત થયા હતા. રાજ્યમાં મૃત્યુઆંક વધીને 5076 પર પહોંચી ગયો છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 2631, સુરત કોર્પોરેશનમાં 1551, રાજકોટ કોર્પોરેશનમાં 698, વડોદરા કોર્પોરેશનમાં 348, સુરત 313, મહેસાણા 249, જામનગર કોર્પોરેશન 188, ભરુચ-161, વડોદરા 138, જામનગર 121, નવસારી 104, બનાસકાંઠા 103, ભાવનગર કોર્પોરેશન-102, પંચમહાલ-87, પાટણ 82, કચ્છ 81, દાહોદ 79, અમરેલી 74, સુરેન્દ્રનગર-72, ભાવનગર 68, ગાંધીનગર 68, રાજકોટ 64, ગાંધીનગર કોર્પોરેશન-61,તાપી 61, મહીસાગર 57, જૂનાગઢ કોર્પોરેશન-54, જુનાગઢ-53, સાબરકાંઠા 52, ખેડા-49, આણંદ 48, મોરબી 48, વલસાડ 48, દેવભૂમિ દ્વારકા-46, નર્મદા 42, અમદાવાદ 41, અરવલ્લી 30, ગીર સોમનાથ 24, બોટાદ 17, છોટા ઉદેપુર 16, ડાંગમાં 12 અને પોરબંદરમાં 11 કેસ નોંધાયા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)