Exam Paper Leak: પરીક્ષાર્થીઓ માટે મહત્વનો નિર્ણય, આગામી પરીક્ષા માટે એસટી બસ સેવા નિશુલ્ક
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવતાં.પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા. બાદ પંચાયત સેવા પસંદગી બોર્ડે આગામી પરીક્ષા માટે એસટી સેવા ફ્રી આપવાની જાહેરાત કરી છે
Exam Paper Leak:ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડની જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવતાં.પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા. બાદ પંચાયત સેવા પસંદગી બોર્ડે આગામી પરીક્ષા માટે એસટી સેવા ફ્રી આપવાની જાહેરાત કરી છે.
પેપર રદ્ થતાં પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત, પરીક્ષાર્થીઓએ એસટી બસ માટે ટિકિટ લેવાની જરૂર નહિ
પંચાયત સેવા પસંદગી સેવા મંડળનું પેપર લીક થતાં સાડા નવ લાખ પરીક્ષાર્થીઓ રઝડી પડ્યાં છે. દરેક એસ ટી ડેપો પર પરીક્ષાર્થીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે પરીક્ષાર્થીઓને રાહત આપવા માટે પંચાયત સેવા પસંદગી મંડળે મહત્વની જાહેરાત કરી છે. એસટી બસમાં પ્રવાસ કરતા પરીક્ષાર્થીઓએ પરત જવા માટે એસટીની ટિકિટ નહિ લેવી પડે. જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓને પરત જવા માટે એસટીમાં નિશુલ્ક પ્રવાસની જાહેરાત કરી છે
Paper Leak News Live Update: પેપર જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ ટૂંક સમયમાં થશે જાહેર
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર રદ થતાં નવી પરીક્ષાની તારીખ માટે પંચાયત સેવા પસંદગી મંડળે સ્પષ્ટતા કરી છે. નવી તારીખ ટૂંક સમયમાં જ જાહેર કરવાની માહિતી આપી છે.પંચાયત સેવા પસંદગી મંડળે નવી પરીક્ષા એક સપ્તાહ કે પંદર દિવસની અંદર જ લેવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે આજે રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજવાની હતી પરંતુ પરીક્ષાના પેપરના કેટલાક ભાગ લીક થઇ જતાં પરીક્ષા આજે રદ કરાઇ છે. એટીએસે કાર્યવાહી કરતા 15થી વધુ લોકોની અટકાયત કરી છે અને નાયક નામના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
Weather Update: ઉત્તર ભારત માટે આગામી 48 કલાક ભારે, આજે દિલ્હી-યુપી સહિત આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ
Weather In India: ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી હવે પૂરી થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી મુજબ, આગામી દિવસોમાં તાપમાનમાં વધુ વધારો થવાની સંભાવના છે. IMD એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં 29 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજધાની દિલ્હીમાં પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે જ સમયે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 અને 30 તારીખે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. પશ્ચિમ હિમાલય પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 29 અને 30મીએ છૂટાછવાયા બરફના કરા પડશે અને 29મી જાન્યુઆરીએ એટલે કે આજે પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાનમાં કરા પડવાની શક્યતા છે.
દિલ્હી અને યુપીમાં વરસાદનું એલર્ટ
આ સાથે જ આ બે દિવસમાં પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. દિલ્હીમાં 29 જાન્યુઆરી એટલે કે આજે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વરસાદ પછી, મહત્તમ તાપમાન ઘટીને 17 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.
તાપમાન વધવાની ધારણા
ભારતીય હવામાન વિભાગ (IMD) શહેરમાં હળવા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની અપેક્ષા રાખે છે. આ દરમિયાન IMDના કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું કે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રવિવારથી તાપમાન વધશે અને ઘણી જગ્યાએ હળવો વરસાદ જોવા મળશે.
પહાડી રાજ્યોમાં હિમવર્ષા
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાં અટલ ટનલ નજીકના વિસ્તારમાં ભારે હિમવર્ષા બાદ વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસ્તા પરથી બરફ હટાવવામાં આવી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં પણ હિમવર્ષા ચાલુ છે. પહાડો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે.