શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ છોડીને આવેલા આ 3 પક્ષપલટુ ભૂતપૂર્વ ધારાસભ્યોને નહીં આપે ટિકિટ, જાણો કોનાં પત્તાં કપાશે ?
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ કોને ટિકિટ કરે છે તેના પર સૌની નજર છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવાની જાહેરાત ચૂંટણી પંચે કરી છે ત્યારે ભાજપ કોને ટિકિટ કરે છે તેના પર સૌની નજર છે. ભાજપનાં સૂત્રોના મતે, રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસમાંથી રાજીનામાં આપીને આવેલાં 8 પક્ષપલટુ ધારાસભ્યો પૈકી 3 ધારાસભ્યોની ટિકિટ કપાવાની નક્કી છે.
ડાંગ, લિબડી અને ગઢડા બેઠક પર પક્ષપલટુઓને ટીકિટ નહી આપવાનુ ભાજપે નક્કી કરી લીધું હોવાનું મનાય છે. લીમડી બેઠક પરથી સોમાભાઈ ગાંડાભાઈ પટેલ, ડાંગ બેઠક પરથી મંગળ ગાવિત અને ગઢડા બેઠક પર પ્રવિણ મારૂની ટિકિટ કપાશે એ નક્કી મનાય છે. આ બેઠકો ભાજપના દાવેદારો ટીકીટ મેળવવા એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. ડાંગ બેઠક પર કોંગ્રેસ છોડીને આવેલા પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત અને સોમા ગાંડા પટેલે તો હજુ કેસરિયો ખેસ ધારણ કર્યો નથી અને ભાજપમાં જોડાયા પણ નથી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પક્ષપલટુઓને ટીકિટ આપવા સામે અણગમો બતાવેલો પણ ભાજપનાં સૂત્રોના મતે કોંગ્રેસના પાંચ પક્ષપલટુઓની ટીકિટ પાકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement