શોધખોળ કરો
Advertisement
(Source: Matrize)
ગુજરાતમાં કોંગ્રેસ કરજણ બેઠક પરથી 2017માં હારી ગયેલા આ જૂના જોગીને ઉતારે તેવી શક્યતા, જાણો વિગત
કરજણ બેઠક પરથી અક્ષય પટેલે રાજીનામું આપ્યા પછી આ બેઠક ખાલી થઈ છે.
કરજણ: ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. આ બેઠકોમાં કરજણ બેઠકનો પણ સમાવેશ થાય છે.
કરજણ બેઠક પરથી અક્ષય પટેલે રાજીનામું આપ્યા પછી થનારી પેટા ચૂંટણીમાં કોગ્રેસ તરફથી સિધ્ધાર્થ પટેલને મેદાનમાં ઉતારવામાં આવે તેવી સંભાવના જોવામાં આવી રહી છે. સિધ્ધાર્થ પટેલ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ડભોઈ બેઠક પરથી હારી ગયા હતા. સિધ્ધાર્થ પટેલને ટિકિટ આપવામાં આવે તો ભાજપના તમામ ગણિત પલટાઈ જાય અને ભાજપ માટે આ સીટ ટફ બની જાય એવું કોંગ્રેસના નેતા માને છે. જો કે સિધ્ધાર્થ પટેલ પોતાના મતવિસ્તારામાં જ હારી ગયા છે ત્યારે બીજી બેઠક પર કઈ રીતે જીતી શકે એ સવાલ છે. હાલમાં તો આ બેઠક માટે ઉમેદવારી કરવા તૈયાર સિધ્ધાર્થ પટેલ સામે કોઈ અસંતોષનો સૂર ના ઉઠે એ માટે સ્થાનિક નેતાઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion