શોધખોળ કરો

સોમનાથમાં હવે ભક્તોને મળશે વિનામૂલ્યે ભોજન, ટ્રસ્ટ શરૂ કરશે અનેક અદ્યતન સુવિધા

આ ભોજનમાં સવારે દાળ-ભાત, શાક, રોટલી, ફરસાણ અને સ્વીટ જ્યારે સાંજે દાળ-ભાતની બદલે કઢી-ખિચડી આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ ધામમાં દર વર્ષે લાખો ભક્તો દર્શને આવતાં હોય છે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ લાખો ભક્તો માટે અનેક સુવિધાઓ પૂરી પાડતું હોય છે. જોકે હવે સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર ભક્તો માટે નવી સુવિધા શરૂ કરવા જઈ રહ્યું છે . વિરપુર, સત્તાધાર, બગદાણા, તોરણિયા ધામ (પરબ) બાદ હવે સોમનાથની મુલાકાત લેતાં ભક્તો માટે વિનામૂલ્યે પ્રસાદી મળી શકે તે માટે ભોજનાલય શરૂ કરવામાં આવશે. દર વર્ષે દેશ-વિદેશથી બાર જ્યોતિર્લિંગમાંના પ્રથમ એવા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ભક્તો આવતાં હોય છે ત્યારે સરકારના સહયોગથી ટ્રસ્ટ અનેક સુવિધાઓ પૂરી પાડતું હોય છે. ગત વર્ષે સ્વચ્છતાનો એવોર્ડ મળ્યાં બાદ હવે સોમનાથ ટ્રસ્ટ ભક્તો અને પ્રવાસીઓને વિનામૂલ્યે ભોજનની સુવિધા પૂરી પાડશે. આ ભોજનમાં સવારે દાળ-ભાત, શાક, રોટલી, ફરસાણ અને સ્વીટ જ્યારે સાંજે દાળ-ભાતની બદલે કઢી-ખિચડી આપવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. આ ઉપરાંત જો કોઈ ભાવિકોને સોમનાથમાં લગ્ન કરવા હશે તો લગ્ન માટે ટૂરિસ્ટ ફેસિલીટી સેન્ટરનો અદ્યતન હોલ પણ મેળવી શકશે. આ હોલનું ભાડું 11,000 જેટલું હશે તેવું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું હતું. આ ભાડામાં ખુરશીઓ, રહેવાનું, જાનનો ઉતારો, ગોર મહારાજથી લઈ અને લગ્નવિધીનું સર્ટીફિકેટ પણ પૂરું પાડવામાં આવશે.

ટોપ સ્ટોરી

કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
કોર્ટના આદેશોમાં વિલંબ હવે નહીં ચાલે! ગુજરાત સરકારે અધિકારીઓ માટે નક્કી કરી નવી SOP
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી
ભાડા વિધેયક વિવાદ: ગુજરાતમાં 6 દિવસથી ચાલતી વકીલોની હડતાલ સમેટાઈ, સરકારે આપી મોટી ખાતરી

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગરબામાં લક્ઝરીનો રંગ
Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
CEC સામે આજે વિપક્ષનો વિરોધ, PM મોદીના નિવાસસ્થાને વિરોધ કરવાની યોજના
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
અમેરિકામાં ભારતીય IT પ્રોફેશનલ્સને મોટો ઝટકો, ઇન્ફોસિસ સહિત 8 કંપની ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
ઓટો માર્કેટમાં  Mahindra તહેલકો મચાવશે!  CNG SUV કરશે લોન્ચ, જાણો સંભવિત ફીચર્સ 
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
IPL 2027 પહેલા ઋષભ પંતને મોટો ઝટકો, દિલ્હી કેપિટલ્સમાં નહી મળે આ જવાબદારી 
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Suzuki ની નવી ઈલેક્ટ્રિક કાર, 310KM શાનદાર રેન્જ સાથે લોન્ચ થઈ
Embed widget